• Gujarati News
  • Dhanteras 40 Percent Increase In Gold Sales Vapi Latest News

વાપી: ધનતેરસે સોનાનું વેચાણ 40 ટકા વધ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

ધનતેરસે સોનાનું વેચાણ 40 ટકા વધ્યું
ગત વર્ષની દિવાળી કરતા આ વર્ષે સોનાનો ભાવ ત્રણ હજાર ઘટવાથી બજારમાં ઘરાકી

વાપી: ગુરુ પુષ્ય નક્ષત્ર બાદ ધનતેરસમાં પણ સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ધનતેરસના દિવસે બજારમાં ખાસ કરીને સિક્કા અને લગડીનો જ વધુ ઉપાડ રહ્યો હતો. ગત વર્ષે દિવાળી દરમિયાન બજારમાં ૨૨ કેરેટનો ભાવ રૂ.૨૮ હજાર જેટલો હતો. જેની સામે આ વર્ષે ભાવમાં ૩ હજાર જેટલો ઘટાડો હોય આ દિવાળી જ્વેલર્સ માટે સારી ગઇ હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય મોબાઇલ બજારમાં પણ થોડો તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બજારમાં ઇલેક્ટ્રોનિક્સની આઇટમોનો ખાસ્સો ઉપાડ જોવા મળ્યો હતો. તેમજ ઘરવખરીની ચીજ વસ્તુના બજારમાં પણ ભીડ જોવા
મળી હતી.

ધનતેરસમાં ખાસ કરીને સોના ચાંદીની ખરીદી શુભ મનાતી હોય છે. જેને લઇ જ્વેલરી બજારમાં સારી ઘરાકી જોવા મળી હતી. લોકોઅે હજારો ગ્રામ સોનાની લગડી અને સિક્કાની ખરીદી કરી હતી. આ ઉપરાંત નાના પેન્ડન્ટ સેટ કે ચેઇન જેવી નાની નાની વસ્તુઓનો સારો ઉપાડ રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં ઉતાર ચઢાવ સતત આવતા રહ્યા જોકે દિવાળી નજીક આવતા ગત વર્ષની સરખામણીએ સોનાનો ભવ ઘટવાની સાથે જવેલર્સ દ્વારા જુદી-જુદી સ્કીમ્સ અને ભારે પ્રમાણમાં ડિસ્કાઉન્ટમાં જાહેર કરાયા હતા. આ ઉપરાંત નવી નવી ડિઝાઇનો પણ માર્કેટમાં આવવાના કારણે જવેલર્સની દિવાળી સુધરી ગઇ હતી. જ્યારે બીજી તરફ મોબાઇલના માર્કેટમાં પણ થોડો ઉછાળો જોવા મળ્યો હતો. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોબાઇલના સ્થાનિક વેપારીઓએ અોનલાઇન મોબાઇલ વેચતી વેબસાઇટનો ભારે સામનો કરવો પડ્યો હતો.

બજારનો ૩૫ ટકા જેટલો હિસ્સો ઓનલાઇન ખરીદીને કારણે જતો રહ્યો હોવાનું એક દુકાનદારે જણાવ્યું હતુ. તેમ છતાં હજુ પણ વિશ્વાસના કારણે સ્થાનિક મોબાઇલના વેપારીઓએ ધનતેરસમાં સારો વ્યાપાર કર્યો હતો.દિવાળી અગાઉ ઘરમાં અને રસોડામાં ઉપયોગ થાય એવી પણ અનેક વસ્તુની ખરીદી લોકોએ કરી હતી.હોવાનું જાણવા મળ્યું હતુ. જેમાં ટોસ્ટર, માઇક્રોવેવ, નોનસ્ટીક કુકવેર કે મિક્ષ્ચર ગ્રાઇન્ડર જેવી રસોડાની ઉપયોગી ચીજ વસ્તુ અને કર્ટન, બેડશીટ, સોફા કવર જેવી ઘરમાં ઉપયોગી સામાન્ય ચીજ વસ્તુનું બજાર પણ સારું જોવા મળ્યું હતુ. આ વસ્તુમાં પણ ઓનલાઇન વેબસાઇટ બાજી મારી ગઇ હોવાનું જાણવા મળ્યું હતુ.
શુકનના સોનાની જ ખરીદી વધુ નિકળી
ઘનતેરસના દિવસે સોનાની ખરીદી શુભ મનાતી હોય, શુકન માટે સિક્કા લગડી અથવા નાના પેન્ડન સેટ, બુટ્ટી, વીટીની ખરીદી જ થઇ હતી. ગત વર્ષે એપ્રિલ માસમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. ત્યાર બાદ દિવાળી પર સોનાનો ભાવ વધ્યો હોય ખરીદી ઓછી થઇ હતી. જ્યારે આ વર્ષે સોનાના ભાવમાં ઘટાડો હોય અને ભાવ સ્થિર હોય ઘરાકી સારી રહી હતી.> જોએબભાઇ માકડા, પ્રમુખ, જ્વેલર્સ એસો. વલસાડ