તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં દારૂની રેલમછેલ, પાંચ વર્ષમાં અધધ દારૂ પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાપી ટાઉન, પારડી અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પ્રોહિ‌બિશનના કેસમાં મોખરે

તહેવારોના દિવસોમાં રાજયમાં દારૂની હેરાફેરી કે દાણચોરીની શંકાને લઇને પોલીસ વિભાગ દ્વારા દારૂની હેરાફેરી કરનારા બુટલેગરો પર તૂટી પડવાની કામગીરીમાં જોતરાય જતાહોય છે. તહેવારમાં લિકર માફિયાઓ બેકાબુ બનીને ખુલ્લેઆમ ભેળસેળવાળા દારૂ રાજયમાં ઘુસાડતા હોયને તગડી કમાણી કરી લેતા હોય છે. વાપીને અડીને સંઘ પ્રદેશ દમણ આવેલો હોવાથી વાયા વાપી, પારડી, ઉદવાડા અને વલસાડ થઇને સમગ્ર રાજયમાં દારૂ ઘુસાડતો હો છે. બીજી તરફ જિલ્લા પોલીસ દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડવામાં આવતો હોવાછતાં દારૂ સપ્લાયનું નેટવર્કને સદતર નેસ્તનાબૂદ કરી શકાતું નથી.

દીવાળી નજીક આવતા જ પોલીસ પણ દિવાળી સુધારવા માટે દોડતા થઇ જતા હોવાનું સાંભળવા મળે છે. કેલેન્ડરમાં આ સમયગયાળા દરમિયાન ન્યુ યર સુધી ઉપરાઉપરી તહેવારો આવે છે, એથી દારૂની હેરાફેરીમાં પણ ઉછાળો આવે છે. આ વર્ષે એમાં પણ વધારો થયો હોવાનું જણાઇ રહ્યું છે, કેમ કે ગયા વર્ષે આખા વર્ષ દરમિયાન પ૭૪૬ ઇસમો પકડાયા છે. દારૂની હેરાફેરીમાં બબ્બે વખત પકડાયેલા આરોપીઓની સંખ્યા પણ વધી હોવાનું જાણવા મળે. છે.જિલ્લાના પાંચ તાલુકાના દસ પોલીસ સ્ટેશન દ્વારા દારૂની હેરાફેરી રોકવા માટે થયેલી કામગીરીમાં વર્ષ ૨૦૧૨-૧૩માં પ૭૪૬ ઇસમોને ઝડપી લઇને તેમની પાસેથી ૪,૯૩, પ૭,૬૩પ રૂપિયાનો વિદેશી બ્રાન્ડનો દારૂ કબજે લેવામાં આવ્યો હતો.

- દારૂ પકડવાની કામગીરીને પોલીસે ટંકશાળ બનાવી

મિલકત સંબંધી ગુનાના ડીટેકશનમાં પોલીસને ઉપરની કોઈ મલાઈ મળતી નથી. જયારે દારૂ પકડવાની કામગીરીમાં પોલીસને બંને રીતે અંગત ફાયદો થતો હોય છે. દારૂ પકડવાની કામગીરીને પોલીસે ધંધો બનાવી દીધો હોય એમ કેટલાક પોલીસ અધિકારી થી માંડીને કોન્સ્ટેબલોએ દારૂ પકડવા પાછળ રેસ લગાવી છે. દારૂ પકડવાની કામગીરીમાં પોલીસને દારૂ પકડવા અને નહી પકડવા માટે પણ પૈસા મળતા હોય છે. કેટલાક કિસ્સામાં બુટલેગરને ભગાડી મૂકવા માટે તો કેટલાક કિસ્સામાં બુટલેગર કે ખેપિયાને નહી મારવા માટે પણ પોલીસનું મોં ગાંધીછાપ નોટોથી બંધ કરી દેવામાં આવતી હોવાની ચર્ચા પણ પોલીસ બેડામાં જ ઉઠી છે.