• Gujarati News
  • Corn Arrested From Delhi To Collect Money In Name Of IT Officer

સેલવાસ: ઇન્કમટેક્સ અધિકારીના નામે ધમકાવતો ઠગ દિલ્હીથી ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધમકી: સેલવાસનાં નામી ડોકટરને મોબાઈલ કોલ કરી ધમકાવતો હતો
હૈદરાબાદથી આસfસ્ટન્ટ કમિશનર ઇન્કમટેક્સ બોલું છું કહી ધમકાવતો હતો
પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા
સેલવાસ: ગત 18 તારીખે સેલવાસના નામી ડોકટરને મોબાઈલ કોલ કરી ઇન્કમ ટેક્સ અિધકારી હોવાનું કહી ધમકાવતો ઠગ દિલ્હીથી ઝડપાયો હતો. સેલવાસના નામી ડો. ગંભીરસિંહ સોલંકીને મોબાઈલ પર ધમકી મળીહતી. સામેથી બોલનારો વ્યક્તિએ પોતાનું નામ ચેતન દબંગી જણાવ્યું હતું. હું આસીસ્ટન કમિશનર ઇન્કમટેક્સ હૈદરાબાદથી વાત કરું છું. તમારી ઇન્કમટેકસની ફાઈલ મારી પાસે છે. હું તમને જણાવું છું કે હું તમને જે ઇન્સ્યોરન્સ કંપનીમાં કહું એ કંપનીમાં તમારે રૂપિયા રોકવાના રહેશે.
જો તમે તેમ નહિ કરો તો તમારે ત્યાં ઇન્કમટેક્સની રેડ કરાશે. એવી ધમકી આપી કોલ કટ કરી દેવાયો હતો. જેની ફરિયાદ ડોકટરે સેલવાસ પોલીસને કરી હતી. પોલીસે આઈપીસી કલમ 384, 419 તેમજ 506ની ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ધમકી આપનાર વ્યક્તિ દિલ્હીનો હોવાનું જણાયું હતું. સેલવાસ ક્રાઈમ બ્રાન્ચના અનીલ ટી કે અને એમની ટીમ દિલ્હી પોલીસની મદદ લઇ મોબાઈલ નંબર દિલ્હીનો હતો. તેમજ કોલ નોયડા ગાજીયાબાદ યુપીથી કરાયો હતો. વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, કોલ કરનાર વ્યક્તિ હાલ યુપીના સાજહાનપુરના બાંદા ગામે રહેતો રોહિત કુમાર મુન્નુલાલ શુક્લા છે. જેને રેડ કરી પકડી પાડયો હતો.
શ્રીમંતોને ધમકાવતો હતો
પકડાયેલા વ્યક્તિ પાસે ધમકી આપવામાં વપરાયેલો મોબાઈલ પણ કબજે કરાયો છે. તેની સાથે આરોપીએ ગુનાની કબૂલાત પણ કરી લીધી છે. જેને સેલવાસ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ આરોપી મોબાઇલ નંબર મેળવી શ્રીમંત લોકોને ધમકાવી પોતાની ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરવા ફરજ પડાવતો હતો.
> આર.સત્યસુન્દરમ, એસપી, દાનહ