રાજ્યમાં આરોગ્ય સેવાસુદ્રઢ બનાવવા સીએમ સેતુ યોજના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કલેક્ટર,સીડીએચઓ અને મુખ્ય આરોગ્ય અધિકારીની સમિતિ બનાવાશે
-સરકારી હોસ્પિટલોમાં હવે વિવિધ વિષયના નિષ્ણાંત તબીબોની વિઝિટિંગ તબીબ તરીકે સેવા લેવાશે
-તમામ હોસ્પિટલોમાં હવે સર્જન ઉપલબ્ધ થશે


રાજ્યભરની સરકારી હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જનરલ હોસ્પિટલો, તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં જુદા જુદા વિષયોનાં તજજ્ઞોની ખાલી જગ્યા પાર્ટ ટાઇમ તજજ્ઞોથી ભરવાનું નકકી થતા હવે લોકોને સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોની સેવા ઉપલબ્ધ થશે.પરિણામે લોકોને વિનામૂલ્યે ઘરઆંગણે તબીબી સુવિધા ઉપલબ્ધ થશે.જેના સૂચારૂ અમલ માટે સી.એમ. સેતુ નામની યોજના બનાવવામાં આવી છે.વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આ યોજના ઉપર કામકાજ શરૂ પણ કરી દેવામાં
આવ્યું છે.

આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબઆરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણના કાર્યક્ષેત્ર હેઠળ આવતી સરકારી હોસ્પિટલોમાં તબીબી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા ખાનગી નિષ્ણાંત તબીબોની સેવા લેવાનું નકકી કરવામાં આવ્યું છે.આ સેવાઓને વધુ સંગીન બનાવવા રાજ્ય સરકારે ચીફ મીનીસ્ટર સર્વિસ ઓફ એક્સપર્ટ એટ ટ્રીટમેન્ટ(સીએમ.સેતુ) યોજના અમલમાં મુકવામાં આવી છે.યોજનાં અંતર્ગત ગામો અને શહેરોમાં ખાનગી પ્રેકટીસ કરતા તજજ્ઞ તબીબો જેવાકે ફીઝીશીયન, સર્જન, મનોચિકિત્સક, નેત્રસર્જન, એનેસ્થેટીસ્ટ, ચામડી રોગ નિષ્ણાંત અને પેથોલોજીસ્ટ તબીબોની સેવા વઝિટિંગ તજજ્ઞ સેવા યોજના ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. સીએમ.(સેતુ) અંતર્ગત વઝિટિંગ તબીબી તજજ્ઞોની નિમણુંક કરવા અને સેવાઓ લેવા જિલ્લા કક્ષાએ એક સમિતિ બનાવાશે.જેનાં અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર અને સભ્યોમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ સિવિલ સર્જન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રહેશે.