વલસાડની લો કોલેજમાં કાયદાનું જ્ઞાન લેતા વિદ્યાર્થીઓએ હાથમાં ઝાડું પકડ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( લો કોલેજમાં સફાઈ કરતા વિદ્યાથીઓ )
વલસાડની લો કોલેજમાં કાયદાનું જ્ઞાન લેતા વિદ્યાર્થીઓએ હાથમાં ઝાડું પકડ્યું
સફાઈ અભિયાન કોલેજ સુધી જ સિમિત ન રહેવું જોઈએ

વલસાડ: મોદી સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ઉપાડવામાં આવતા વલસાડની શાહ કે.એમ.લો કોલેજના કાયદાના વિદ્યાર્થીઓએ પણ કોલેજમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતું.પ્રાપ્ત વિગત મુજબ, વલસાડની શાહ કે.એમ. લો કોલેજમાં અભ્યાસ કરતા એફવાય એલએલ.બી થી માંડીને એલએલ.એમ સુધીના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજીયન વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં લોબી, વર્ગખંડ, ઓફિસ અને બગીચામાં સાફ સફાઈ કરી હતી.

આ પ્રસંગે કોલેજના જીએસ સત્યેન્દ્ર સિંગે વિદ્યાર્થીઓને જણાવ્યું કે, સાફ સફાઈ અભિયાન માત્ર કોલેજ પૂરતું જ સીમીત ન બનવું જોઈએ. આપણા ઘરની આસપાસ પણ સફાઈ કરીશું તો જ આખો દેશ સ્વચ્છ થશે અને સાથે સાથે સ્વચ્છ ભારત નિર્માણનું સ્વપ્ન પણ સાકાર થશે. લો કોલેજના આચાર્ય ડો. જે.ટી.દેસાઈએ પણ આ સફાઈ અભિયાનને બિરદાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે તેમણે આવા કાર્યક્રમોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવો અનુરોધ પણ કર્યો હતો. આ સફાઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે એફવાય એલએલ.બીની વિદ્યાર્થીની દિશા ટંડેલ અને અંજના ચાંપાનેરીએ ભારે જહેમત ઉઠાવી હતી.