તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • City Survey Officer Identifies To Take Away Laptop For Shop Owner

સીટી સર્વે અધિકારીની ઓળખ આપી દુકાનદારનું લેપટોપ પડાવી લેતો ગઠીયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લેપટોપના પેમેન્ટ પેટે આપેલી બીઓબીની કેશ પે સ્લીપ સહિતના ડોક્યુમેન્ટ બોગસ નીકળ્યા
- ભરૂચથી બદલી થઈ વલસાડ આવ્યો હોવાનું જણાવી ગર્વમેન્ટ કોટેજમાં રહેતો હોવાનો વિશ્વાસ અપાવ્યો

વલસાડ શહેરના ટ્રેડ સેન્ટર બિલ્ડીંગની દુકાન નં.૨૦૬માં સિટી સર્વે કચેરીના અધિકારી તરીકે ઓળખ આપી બેંક ઓફ બરોડાની બોગસ કેશ પે સ્લીપ પધરાવી ૨૮ હજારના લેપટોપની ખરીદી કરી ગઠિયો ફરાર થઈ ગયો હતો. બાદમાં કેશ પે સ્લીપ અને મોબાઈલ નંબર પણ બોગસ જણાતા દુકાનદારે શુક્રવારે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વલસાડ શહેરની હોટલ અદીના પેલેસની બાજુમાં આવેલા ટ્રેડ સેન્ટર ખાતે દુકાન નં.૨૦૬માં આઈકોન ટેકનોલોજીસ શોપમાં સાંજે ૪:પ૩ કલાકે ૩૦ વર્ષીય યુવાન લેપટોપની ખરીદી માટે આવ્યો હતો. જેણે પોતાની ઓળખ એમ.એ.મલિક તરીકે આપી વલસાડ સિટી સર્વે કચેરીમાં અધિકારી તરીકે ભરૂચથી હાલમાં જ બદલી થઈ હોવાનું અને ગર્વમેન્ટ કોટેજ ખાતે રહેતો હોવાનું જણાવી દુકાનદાર ભૈરવ યશવંતરાય દેસાઈ (રહે.કોચર ફળિયા, વલસાડ પારડી) ને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં અડધો કલાક સુધી વાતચીત કરી અધિકારી તરીકેની ઓળખ ઉભી કરી બાદમાં ૨૮ હજારનું લેપટોપ ખરીદી માટે પસંદ કર્યુ હતુ. જેની કિંમત પેટે ૨૮ હજારની બેંક ઓફ બરોડાની કેશ પે સ્લીપ આપી બેંકમાંથી પેમેન્ટ મેળવી લેવા માટે જણાવ્યું હતુ. ગ્રાહકના સ્વાંગમાં ધૂતારો બનીને આવેલો ગઠીયો લેપટોપ લઈ ગયા બાદ પેમેન્ટ માટે ભૈરવભાઈએ પ્રયાસ કરતા બેંક એકાઉન્ટ નંબર બોગસ નીકળ્યો હતો.