ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાપી, દમણ, સેલવાસમાં ધૂમધામથી છઠ પૂજાની ઉજવણીમાં સૂર્ય દેવની ઉપાસના કરાઇ
- શુક્રવારે વ્રત રાખાયું હતુ, શનિવારે ઉગતા સૂર્યનું
પૂજન થશે


દિવાળી બાદ નવા વર્ષની શરૂઆતમાં છઠ પુજાનું બિહાર અને યુપીમાં અનેરૂ મહત્વ છે. વાપી, દમણ અને સેલવાસમાં યુપી-બિહારના લોકો મોટી સંખ્યામાં આવીને વસ્યા છે. ત્યારે શુક્રવારે તેમના દ્વારા છઠ પુજાનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું હતુ. વાપીમાં આ પુજા દમણ ગંગા નદી કિનારે કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ભારતીય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નવા વર્ષમાં સૂર્યની ઉપાસનાનું અનેરૂ મહત્વ હોય છે. સૂર્યની આ ઉપાસનાના દિવસને સૂર્ય ષિષ્ઠ પણ કહેવાય છે.

આ દિવસે યુપી બિહારના લોકો નદી કિનારે સૂર્યની પૂજા કરે છે. શુક્રવારે વાપીમાં વસેલા ઉત્તરભારતીય સમાજના લોકો સાંજે ૪ કલાકે દમણગંગા નદી કિનારે પહોંચી ગયા હતા. તેમના દ્વારા શુક્રવારે નદી કિનારે પુજા કરવામાં આવી હતી. આ સાથે વ્રત પણ રાખવામાં આવ્યું હતુ. શુક્રવારની પુજા બાદ તેમના દ્વારા શનિવારે સાતમને દિવસે સૂર્ય દેવતાના દર્શન બાદ વ્રત તોડાશે અને ફરીથી સૂર્યદેવની આરાધના કરાશે. આ પુજા ખાસ કરીને પુત્ર માટે થતી હોવાનું સમાજના અગ્રણીએ જણાવ્યું હતુ.