સીબીએસઈ દરેક વિષયમાં પ્રાણીઓનાં પાઠ શીખવશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનથી સીબીએસઈ હાયર સેકન્ડરીમાં એનિમલ્સ-એન્વાયરમેન્ટને સિલેબસનો ભાગ બનાવશે
આવતી કાલને સેફ બનાવવી હોય તો આજની યુવા પેઢીને પર્યાવરણના પાઠ ભણાવવાની શરૂઆત કરવી પડશે. તો જ તેઓ પર્યાવરણને સાચવણી થઈ શકશે. આજની યુવા પેઢી પ્રાણી અને પર્યાવરણ બંને વિશે વિચારતા થાય અને બંનેની જાળવણી થાય તે વાતને ધ્યાનમાં રાખીને સીબીએસઈ બોર્ડ દ્વારા હાયર સેકન્ડરી સેકશનમાં એનિમલ્સ અને એન્વાયરમેન્ટ પ્રોજેકટને વિષયનો ભાગ બનાવવાનું નકકી કર્યું છે.
એન્વાયરમેન્ટનો સબ્જેક્ટ ભણે જ છે,પરંતુ ધોરણ ૧૦ પછી લાઇન બદલાઈ જવાના કારણે બાળકો આ સબ્જેકટથી કટ ઓફ થઇ જાય છે. જેને લઇ સીબીએસઈ બોર્ડ દ્વારા હાયર સેકન્ડરી સેકશનમાં પણ આ બાળકો આ વિષયો ભણે તેવા પ્રયાસો કરાયા છે.
બાળકોમાં પર્યાવરણ અને પ્રાણીઓ સાથેનું અનુસંધાન જળવાયેલું રહે તે માટે સીબીએસઈ બોર્ડ દ્વારા આ સિલેબસ જૂન મહિ‌નાથી અમલમાં લાવવાનો નિર્ણય લેવાયો છે. પ્રાયમરી અને સેકન્ડરી સેકશનમાં એન્વાયરોમેન્ટને એક અલગ વિષય તરીકે ટ્રીટ કરાતું હતું,પરંતુ જુનથી હાયર સેકન્ડરી સેકશનમાં એને દરેક સબ્જેક્ટ સાથે જોડી દેવામાં આવશે. જેમ કે ઇકોનોમિક્સમાં એનિમલ પોપ્યુલેશન એનિમલ્સ માટેનાં અવેરનેસ ટોપિકને સાંકળી લેવાશે.
હવે સીબીએસઈ સ્કૂલોમાં પ્રાણીઓ અને પર્યાવરણના વિષયને આવરી લઇ વિદ્યાર્થી‍ઓને શિક્ષણ આપવામાં આવશે.
આ રીતે માહિ‌તીને સાંકળી લેવાશે ?
પ્રાઇમરી અને સેકન્ડરી સેકશનમાં એન્વાયરમેન્ટ ભણતા વિદ્યાર્થી‍ઓ હાયર સેકન્ડરીમાં પણ એન્વાયરમેન્ટ અને એનિમલ્સ સાથે કનેકટ થઇ શકશે.
ઇકોનોમિક્સ જેવા સબ્જેકટમાં પ્રાણીઓની ગણતરી, એમનું પોપ્યુલેશન જેવી વાતોને સાંકળી લેવામાં આવશે.
સિંહોના પ્લેસ રિપ્લેસમેન્ટ વિશે પણ વિદ્યાર્થી‍ પાસે અભિપ્રાય લેવાશે.
કરંટ સ્થિતિ ગણતરીમાં લેવાશે.
પર્યાવરણ જાગૃતિનો હેતુ
સીબીએસઈ બોર્ડ દ્વારા પ્રાણીઓ અને પર્યાવરણની જાગૃતિ માટે સારો નિર્ણય લેવાયો છે. જેનાથી પ્રાયમરીથી લઇ હાયર સેકન્ડરી સુધીના બાળકોને તેની માહિ‌તી આપવામાં આવશે, સાથે-સાથે વિદ્યાર્થી‍ઓના પણ અભિપ્રાયો માગવામાં આવશે. હવે પછીના સમયમાં આ બહુ જ જરૂરી હતું.
પુજા અરોરા, આચાર્યા, સમર્પણ સ્કૂલ, રાતા