CBSEમાં ચાર સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- CBSEમાં ચાર સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ
-
સાયન્સમાં સલવાવ ગુરૂકૂળના નરેશ માલવિયા ૯પ.૮૦ ટકા સાથે પ્રથમ

સીબીએસઇ ર્બોડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વાપીની ચલા ગુરૂકૂળ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતુ. ધોરણ ૧૨ સાયન્સમાં સલવાવ ગુરૂકૂળના નરેશ માલવિયાએ ૯પ.૮૦ ટકા સાથે પ્રથમ સ્થાને અને કોમર્સમાં પ્રથમક્રમે જ્ઞાનધામ સ્કૂલના દિવ્યા ગુપ્તાએ ૯૮.૬૦ ટકા પ્રાપ્ત કર્યા હતાં.વાપી સહિ‌ત વલસાડ જિલ્લાની સીબીએસઇ સ્કૂલોનું ધોરણ ૧૦નું પરિણામ આવ્યા બાદ ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ બુધવારે ઇન્ટરનેટ પર મુકાતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો હતો.
વાપીની ચલા ગુરૂકૂળ,સેન્ટ ઝેવિયર્સ નું ૧૦૦ ટકા તથા જ્ઞાનધામ સ્કૂલનું ૯૯ ટકા પરિણામ આવ્યું હતું.એલ.જી.હરિયા સ્કૂલનું કોમર્સનું ૧૦૦ ટકા પરિણામ રહયું હતું. વાપીની સીબીએસઇ સ્કૂલોના પરિણામમાં ધોરણ ૧૨ સાયન્સમાં સલવાવ ગુરૂકૂળના નરેશ માલવિયા ૯પ.૮૦ ટકા સાથે પ્રથમક્રમે રહ્યા હતા,જયારે ધોરણ ૧૨ કોમર્સમાં પ્રથમક્રમે જ્ઞાનધામ સ્કૂલના દિવ્યા ગુપ્તા ૯૮.૬૦ ટકા સાથે રહ્યા હતાં. ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં. સીબીએસઇ સ્કૂલોમાં ર્બોડની ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સ અને કોમસનું ર્બોડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ હવે નવા શૈક્ષણિક સત્રની તૈયારી શરૂ કરશે.

દમણમાં સીબીએસઇ ર્બોડનું ધો-૧૨ નું કુલ પરિણામ ૯૦ ટકા આવ્યું હતું. જેમાં એસવીડી નાની દમણનું ૯૪.૪૬ ટકા, શ્રીનાથજી સ્કૂલ ૮૧.૦૮ ટકા, જીએચએસએસ ભીમપોર ૬૮.૭પ ટકા તથા જીએચએસએસ ઝરીનું પ૮.૮૨ ટકા પરિણામ આવ્યું હતું.
વિવિધ શાળાઓનાં પરિણામ જાણવા માટે ફોટો બદલો .....