તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં રખડતાં ઢોર પાંજરે પુરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સોનું કરતા ઘડામણ મોંઘું જેવી વાપી પાલિકાની સ્થિતિ
- પાલિકાએ પ્રથમ દિવસે પૂર્વ અને પ‌શ્ચિ‌મ વિભાગમાંથી ૨૭ ઢોર પકડી પાંજરાપોળમાં મોકલી આપ્યા


ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાપીની આજુબાજુના વિસ્તારના પશુ પાલકો ઢોરને ખુલ્લેઆમ છોડી દેતા હોય છે. રખડતાં ઢોર ખાસ કરીને જાહેર માર્ગ ઉપર અડિંગો જમાવવાના કારણે ટ્રાફિક જામ તથા અકસ્માતની સંભાવના વધી જતી હોય છે. નગર પાલિકા દ્વારા મંગળવારથી પૂર્વ અને પ‌શ્ચિ‌મ વિભાગમાં રખડતાં ઢોર પકડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

વાપી નગર પાલિકા હદ વિસ્તારમાં આવતા ખાસ કરીને નહેરૂ સ્ટ્રીટ, દેસાઇવાડ, પોસ્ટ ઓફિસની સામે, હનુમાન મંદિર, સેલવાસ મુખ્ય માર્ગ તથા ફાટક વિસ્તારમાં ઢોર અડિંગો જમાવીને બેસી રહેતા હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા આવી રહી હતી. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ વાપી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના પશુ પાલકો ખાસ કરીને ચોમાસા દરમિયાન પોતાના ઢોરને ખુલ્લામાં જાણી જોઇને છોડી મુક્તા હોય છે.

નગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારથી રખડતાં ઢોર પકડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત સફાઇ વિભાગના કર્મચારીઓ દ્વારા પૂર્વ અને પ‌શ્ચિ‌મ વિભાગમાંથી ૨૭ ઢોરને પકડીને રાતા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. જો કે, પાલિકા દ્વારા રખડતા ઢોરને ઝડપીને પાંજરે પુરવાની કામગીરી સારી છે, પરંતુ પાલિકા દ્વારા એક ઢોરને પકડવા પાછળ ૧૩પ૦ રૂપિયાનો ખર્ચ કરી રહી છે જેની સામે ઢોર માલિક પાસેથી હજાર રૂપિયાનો દંડ વસુલ કરી રહ્યો છે. પાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાનું અભિયાન હાલ તો સોના કરતા ઘડામણ મોંઘી જેવી હાલત થઇ છે.

- ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ રહેશે

રખડતાં ઢોરની કામગીરી સતત કરવામાં આવશે તેવું પાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે. રખડતાં ઢોરને પકડીને રાતા પાંજરા પોળમાં મુકવામાં આવે છે જ્યાં એક ઢોરનું પ્રતિ દિવસનું ૧પ૦ રૂપિયા ભાડું પાલિકા દ્વારા ચુકવવામાં આવી રહ્યું છે.