તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકવાર મારા પ્રેમનો ઇન્કાર કર, મારૂં મરેલું મોઢું પણ નહીં બતાવું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-એકવાર મારા પ્રેમનો ઇન્કાર કર, મારૂં મરેલું મોઢું પણ નહીં બતાવું
-હરિયા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર અર્થે દાખલ કરાયેલા કલગામના યુવાને દમ તોડયો


ઉમરગામના કલગામમાં રહેતા અને સરીગામની કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરતા યુવાનને પ્રેમમાં નિષ્ફળતા મળતા આખરે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લીધું હતું. વલસાડની યુવતીએ પ્રેમના પ્રસ્તાવનો અસ્વીકાર કરતા આ પગલું ભયું હોવાનું જાણવા મળે છે. પ્યારને ખરીદી કે જબરદસ્તીથી કરી શકાતો નથી છતાંય કેટલી મોટી કિંમત ચુકવવી પડતી હોય છે તેનો દાખલો સોમવારે જોવા મળ્યો હતો. કલગામના વાડી ફિળયામાં રહેતા ૨૨ વર્ષના પરીક્ષિત પ્રવિણ વાડેકર સરીગામની ગ્રેન ટેક્સ કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરતા હતા. પરીક્ષિતને વલસાડની એક યુવતી સાથે અનહદ પ્રેમ થઇ ગયો હતો. જો કે, બંને પક્ષે થવાના બદલે આ પ્રેમ માત્ર એક તરફી હતો. પરીક્ષિત વલસાડની યુવતીને પોતાનસ જાનથી પણ વધારે ચાહતો હતો જ્યારે યુવતી માટે તેમનું કોઇ મહત્વ ન હતું. એક તરફી પ્રેમમાં પાગલ પરીક્ષિતે અનેક વખત પોતાનો પ્રસ્તાવ યુવતી સમક્ષ રાખ્યો હતો પરંતુ દરેક વખતે પરીક્ષિતને માત્ર ભગj «દય સિવાય કશું મળ્યું ન હતું. આખરે પરીક્ષિતે પોતાના પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે અને જેને ચાહે છે તેના માટે કંઇ હદ સુધી જઇ શકે તે માટે છેલ્લા અને ગર્ભિત ધમકી આપતો પ્રેમ પત્ર લખીને આપઘાત કરી લેવાનો નિર્ણય કર્યો હતો.

રવિવારે બપોરે જ્યારે પરીક્ષિત કંપનીમાં કામ કરી રહ્યો હતો ત્યારે જ પોતાના પ્રેમની પરીક્ષામાં સફળ થવા માટે અને પ્રેમ પત્રમાં આપેલા વચનને પૂર્ણ કરવા માટે લેબમાં રાખેલું ઝેરી કેમિકલ ગટગટાવી લીધું હતું. પરીક્ષિતને ગંભીર અવસ્થામાં વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરીક્ષિતની તબિયત સમય પસાર થતાં વધુ નાજુક બનતી જતી હતી આખરે સોમવારે સવારે પરીક્ષિતે હમેંશ માટે આ દુનિયાને અલવિદા કરી દીધી હતી. વાપી ઉદ્યોગ નગર પોલીસે આકસ્મિક મોતની નોંધ કરીને આપઘાત પૂર્વે પરીક્ષિતે લખેલા લેટરનો કબજો લઇ વધુ તપાસ ભીલાડ પોલીસને સુપરત કરી છે. પરીક્ષિતના મોતના પગલે પરિવારજનોમાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસ તપાસમાં શું બહાર આવે તે જોવું રહ્યું.