તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- વલસાડ તાલુકાના સી.એ. થયેલા ખેડૂતની અનોખી સિધ્ધી-પોલી હાઉસમા સકરટેટી ઉગાડી હાઇટેક ખેતીનો પરચો બતાવ્યો
- ખજુરડીના નટુભાઇ રાઠોડે પોલીહાઉસમા આર્ટીફિસીયલી ક્રોસ પોલીનેશનનો પ્રયોગ કરી નરફુલને તોડી નારી ફુલ સાથે ક્રોસ પોલીનેશન કરી ૭૦૦થી૮૦૦ ગ્રામની સકરટેટી ઉગાડી- દિલ્હી સુધી તેમની સકરટેટીની માંગ
- નેટહાઉસમા પણ તેમણે રંગીન કેપ્સીકમ ઉગાડયા છે
વર્તમાન સમયે ખેતીક્ષેત્રે કૃષિક્રાંતિ થઇ રહી છે. સરકાર પણ બાગાયતી પાકો તરફ ખેડૂતો વળે તે પ્રકારની નીતી લાવી રહી છે. ત્યારે વલસાડ તાલુકાના ખજૂરડી ગામના અને વ્યવસાયે મૂંબઇ ખાતે ચાર્ટડ એકાઉન્ટ તરીકે કામ કરતા અને મૂળ ખેડૂત પરિવારના નટુભાઇ રાઠોડે દક્ષિણ ગુજરાતમા પ્રથમવાર હાઇટેક ખેતી કરી બતાવી છે. તેમણે નેટ હાઉસમા કલર કેપ્સીકમ રંગીન ભોલાર મરચા અને પોલી હાઉસમા મેલન હાઇબ્રીડ સકરટેટી ઉગાડી ખરા અર્થમા કૃષિ ક્રાંતિ કરી લાખો રૂ.ની આવક મેળવી પ્રેરણાદાયક ઉદાહરણ પુરૂ પાડયુ છે.
સૌથી મહત્ત્વની બાબત તો એ છેકે સકરટેટી પોલી હાઉસમા ન થઇ શકે તેમ કૃષિ તજજ્ઞોએ તેમને જણાવ્યુ હતુ. કારણકે નર-નારીના ફુલ અલગ આવે તે માટે ફળ બેસાડવા માટે મધમાખી તેમજ ભમરા અને પતંગીયાની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય છે. જે પોલી હાઉસમા શકય નથી. જોકે તેમણે કઇક કરી બતાવવુ હોય તેમણે મૂંબઇમા રહેતા કૃષિ તજજ્ઞો મિત્રો સાથે સતત માર્ગદર્શન મેળવતા રહ્યા. તેમણે પોતાના પોલી હાઉસમા સકરટેટી રોપી અને જયારે તેના ફુલ ખીલ્યા ત્યારે નર ફુલને તોડીને નારી ફુલ સાથે ક્રોસ પોલીનેશન કર્યુ. તેમનો આ નવતર પ્રયોગ સફળ થયો અને પોલી હાઉસમા સકરટેટીનો મખલબ પાક આજે તેમના પોલી હાઉસમાથી ઉતરી રહ્યો છે.
આગળ વાંચો,નટુભાઇએ જણાવ્યુ આ રીતે ફળ બેસાડાય એને આર્ટીફિસીયલ ક્રોસ પોલીનેસ જે મેન્યુલી હાથથી કરવામા આવે છે
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.