કનેક્ટિંગ ગુજરાત, સૌ પ્રથમ આ શહેરમાં '4G' ઈન્ટરનેટ સેવા થશે શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-પાલિકાને ઇલેક્ટ્રિક પોલ્સનું વાર્ષિ‌ક ભાડુ મળશે
-વલસાડમાં ૪જી સેવા ચાર પાંચ માસમાં શરૂ થવાની ધારણાં
-કંપની સ્વખર્ચે શહેરમાં લાઇટિંગ સાથેનાં આકર્ષક ટાવર ઊભાં કરશે
રીલાયન્સ ગ્રુપની ઇન્ફોટેલ બ્રોડબેન્ડ સર્વિ‌સ દ્વારા મૂકાયેલી દરખાસ્તને સરકારે સ્વીકાર્યા બાદ નગરપાલિકાઓને ગ્રાઉન્ડ બેઝ્ડ માસ્ટ ઇલેકટ્રિક પોલ્સ ઊભાં કરવા દેવા શહેરી વિકાસ વિભાગે આદેશ કરતાં શહેરમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ થશે.
હાલમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓનાં વિસ્તારમાં રોડ ઉપર ખોદકામ કરીને કેબલ નેટવર્ક ઊભું કરી જમીન પર કે બિલ્ડિંગો ઉપર મોબાઇલ ટેલિકોમ્યુનિકેશન ટાવર ખડા કરી ટેલિકોમ્યુનિકેશન સેવા લોકોને આપવામાં આવે છે. પરંતુ હવે સરકારે માર્ગો ઉપર ખોદકામ કર્યા વિના ડ્રિલિંગ ટ્રેન્ચ પધ્ધતિના આધારે નેટવર્ક ઇન્સ્ટોલેશન સાથેની સૌથી ઝડપી ઇન્ટરનેટ સેવા માટે આધુનિક ટેકનોલોજી ધરાવતી ૪જી નેટવર્ક સુવિધા પૂરી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. જેના પ્રથમ તબક્કામાં પ્રાથમિકતાનાં ધોરણે વલસાડ શહેરનો સમાવેશ કરાયો છે.
રાજ્યનાં શહેરી વિકાસ વિભાગે રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ કંપનીની દરખાસ્ત મંજૂર કરી વલસાડમાં ૪જી બ્રોડબેન્ડ વાયરલેસ ઇન્ટરનેટ અને ટેલિકોમ્યૂનિકેશન સેવા પૂરી પાડવા માટે પાલિકાની મિલકતમાં જમીનની ફાળવણી કરવા જણાવતાં પાલિકાએ આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. જે માટેનાં ઇલેકટ્રિક પોલ કંપની દ્વારા ઉભાં કરાશે જેની સામે કંપની દ્વારા લાઇટિંગ ફિક્સચર્સ લગાવી શહેરીજનોને મુખ્ય લોકેશનો ઉપર લાઇટની સુવિધા પણ મળી રહેશે. હાલે ઇન્ટરનેટની ઓછી ઝડપની જે ફરિયાદો ઉઠી રહી છે,જ્યારે ૪જી નેટવર્ક શરૂ થયાં બાદ શહેરીજનોને અન્ય નેટવર્કની સરખામણીમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સેવા મળે તેવું આયોજન કરાઇ રહ્યું છે.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક.....