વિલ્સન હિ‌લ કે વિલ્સન માતાજી ? ભાજપ-કોંગ્રેસ વચ્ચે વકર્યો વિવાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વિલ્સન હિ‌લ કે વિલ્સન માતાજી ? ભાજપ-કોંગ્રેસ વચ્ચે વકર્યો વિવાદ
- ભાજપના ધારાસભ્યે વિલ્સન હિ‌લને વિલ્સન માતાજી બનાવી દીધા
વિલ્સન હિ‌લમાં આ વર્ષે જ પહેલીવાર વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. ફેસ્ટિવલ ચાલી જ રહ્યો છે ત્યારે વિલ્સન હિ‌લ કે વિલ્સન માતાજી, તેવો વિવાદ ઉભો થયો છે. અને આ વિવાદમાં મૂળમાં ભાજપના ધારાસભ્યનું કથિત નિવેદન છે. રવિવારે કોંગ્રેસના સંમેલનમાં પ્રદેશ કોર કમિટીના સભ્ય ગૌરવ પંડયાએ મંચ પરથી કહ્યું કે ભાજપના ધારાસભ્ય ભરત પટેલે વિન્ટર ફેસ્ટિવલના ઉદ્ઘાટન વખતે વિલ્સન હિ‌લને વિલ્સન માતા ગણાવ્યા હતા. જોકે, ભરત પટેલ આવું કંઇ બોલ્યા ન હોવાનું કહે છે.
'મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તો જુઠુ બોલે છે,પરંતુ ભાજપના ધારાસભ્ય પણ જુઠુ બોલે છે.વલસાડના ધારાસભ્ય ભરત પટેલને ઇતિહાસનું જ્ઞાન નથી. એમણે વિલ્સન હિ‌લના વિન્ટર ફેસ્ટિવલમાં અજ્ઞાનતાનું પ્રદર્શન કરતા જણાવ્યું હતું કે વિલ્સન માતાજીના નવા ધાર્મિક સ્થળનો વિકાસ કરવા બદલ આભાર માનું છું,’ એવું રવિવારે કોંગ્રેસના કાર્યકર સંમેલનમાં પ્રદેશ કોર કમિટિના સભ્ય ગૌરવ પંડયાએ મંચ પરથી કહ્યું હતું.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક.....