ભીલાડવાળા બેંકના કોંગી ડિરેકટર સંજય મહેતા ભાજપ તરફી ઉમેદવારી કરશે: ચેરમેન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાડવાળા બેંકના કોંગી ડિરેકટર સંજય મહેતા ભાજપ તરફી ઉમેદવારી કરશે: ચેરમેન
ભીલાડવાળા બેન્કની પાંચ બેઠકો માટે ગુરૂવારથી ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે
ગત ટર્મથી સહકારી બેન્કમાં રાજકારણ પ્રવેશ્યું હતું
અન્ય ડિરેકટરો ભાજપમાંથી ઉમેદવારી કરશે કે કેમ તેના પર સૌની મીટ


વાપી: સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક લિ. (શિડયુલ્ડ બેન્ક)ની ખાલી પડતી પાંચ બેઠકો માટે ૨૧ સપ્ટેમ્બરે યોજાનાર ચૂંટણીને લઇ રાજકીય માહોલમાં ગતિવિધિ તેજ થઇ ગઇ છે. કોંગ્રેસના ડિરેકટર સંજય મહેતા ભાજપ તરફી ઉમેદવારી કરશે એવો દાવો બેન્કના ચેરમેન હર્ષદભાઇ દેસાઇએ કર્યો છે. ગત ટર્મથી બેન્કમાં રાજકારણ પ્રવેશતા આ વખતની ચૂંટણી રસપ્રદ બનવાના એંધાણ છે.દક્ષિણ ગુજરાતની અગ્રણ્ય સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કની ત્રણ વર્ષની મુદ્તની પાંચ બેઠકો ખાલી પડતાં આગામી ૨૧ સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે.ગત ટર્મમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સીધી ચૂંટણી લડતા ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો.

જેને લઇ આ વખતની ચૂંટણી પર સૌની મીટ મંડાયેલી છે. ગુરૂવારથી ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્વે કોંગ્રેસના ડિરેકટર સંજય મહેતા ભાજપ તરફી ઉમેદવારી કરશે એવો દાવો બ્થ્ેન્કના ચેરમેન હર્ષદભાઇ દેસાઇ દ્વારા કરાયો છે. જેને લઇ સહકારી ક્ષેત્રની બેન્કમાં પણ રાજકારણ ગરમાયું છે. સરદાર ભીલાડવાળા બેન્કની ચૂંટણીની જાહેરાત થતાં જ ડિરેકટરો પોતાના સમર્થકો સાથે ઠેર-ઠેર બેઠકો યોજી રહ્યા છે. જો કે બંને પક્ષોના ડિરેકટરો સહકારી ક્ષેત્રમાં રાજકારણ લાવવા અંગે કશુ કહેવા તૈયાર નથી.

કઇ-કઇ બેઠકો ખાલી પડી રહી છે ?
પારડીની હેમંતકુમાર વનમાળી ભગત, કર્તિીકુમાર રતિલાલ રાજપુત, ઉદવાડા બેઠક પરથી હર્ષદરાય મોહનલાલ દેસાઇ ,વાપીની બે બેઠકોમાં નિલેશ ઠાકોરભાઇ નાયક, અને સંજય જશવંતલાલ મહેતાનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં બેન્કના ચેરમેન હર્ષદભાઇ દેસાઇ પણ ઉદવાડા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે.

કામગીરીથી પ્રભાવિત થઇને જોડાયા
એક વર્ષથી બેન્કનો ગ્રોથ સતત વધ્યો છે. બે એવોર્ડો પણ મળ્યા. સારી કામગીરીથી પ્રભાવિત થઈને સંજય મહેતા અમારી સાથે જોડાયા છે. જેમાં કોઇ પક્ષના હોવાનો સવાલ ઉપસ્થિત થતો નથી. સભાસદોનો અમારા પર વિશ્વાસ મહત્વનો છે.’હર્ષદ દેસાઇ, ચેરમેન.

નિર્ણય લીધો નથી,પરંતુ સંભાવના છે
સરદાર ભીલાડવાળા બેન્કની ચૂંટણીમાં ભાજપની પેનલમાંથી ઉમેદવારી કરવાનો કોઇ નિર્ણય હજુ સુધી લીધો નથી, પરંતુ સંભાવના છે. ભીલાડવાળા બેન્કની ચૂંટણીને હજુ વાર છે, થોડા દિવસોમાં નિર્ણય લઇશ.’ - સંજય મહેતા, ડિરેકટર.