ઓરવાડમાં ત્રણ ઘરમાં ૧.૧૮ લાખની ચોરી, પારસીનો પતેતી તહેવાર તસ્કરોએ બગાડ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ચોરી બાદ મકાન માલિક તલાસી લઈ રહ્યા હતા )

ઓરવાડમાં ત્રણ ઘરમાં ૧.૧૮ લાખની ચોરી, પારસીનો પતેતી તહેવાર તસ્કરોએ બગાડ્યો
ફ્લેટ અને બે રો-હાઉસમાં પરિવાર સૂતો રહ્યો અને તસ્કરો રોકડ અને દાગીના ચોરી ગયા
પારડી: ઉદવાડા (આરએસ) નજીક ઓરવાડના એક ફ્લેટમાં તથા મૈત્રી રો-હાઉસના બે મકાનમાં તસ્કરોએ દાગીના અને રોકડા મળી ~૧.૧૮ની ચોરી કરી ગયા હતા. જો કે, પરિવાર ઘરમાં ઘોર નિંદ્રામાં પોઢી રહેતા તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હતું.વિરારના રૂમી નોસીર મધ્યાંરોજી (ઉવ-૫૬) ઓરવાડ-સારણ રોડ પર મહાવીર રેસીડેન્સી ફ્લેટ નં.જી-૨માં હાલમાં જ ખરીધ્યો હતો. જેમનો પતેતી તહેવાર આવતો હોવાથી નવા ઘરમાં જ ઉજવણી કરવા માટે રવિવારના રોજ રહેવા માટે આવ્યા હતા. જે ગત રાત્રીના ૧૨ વાગ્યાના સુમારે તેવો ઘરની સાફ સફાઈ કરી બેડ રૂમમાં સુઈ ગયા હતા.

તે દરમિયાન ચોર તસ્કરોએ તેમના ઘરની બાલ્કનીમાં આવી ઘરની સ્લાઈડર વિન્ડો ખોલી ફ્લેટમાં પ્રવેશીયા હતા. બેડ રૂમનો દરવાજોને બહાર થી બંધ કરી દઈ તસ્કરોએ આગળના હોલમાં રાખેલ બે કબાટને ખોલી કબાટમાંથી રોકડ ~૮૧૫૦૦, દોઢ તોલાની સોનાની ચેન (~૨૦,૦૦૦) તથા બે મોબાઈલ ફોન (~૨૦૦૦) મળી ~૧.૦૩ લાખની ચોરી કરી ભાગી છુટયા હતા.બીજા બનાવમાં મૈત્રી રો-હાઉસમાં રહેતા મનોજ ભાઈ સુરેન્દ્રભાઈ પંચાલ બેડ રૂમમાં પરિવાર સાથે સુતા હતા, ત્યારે તેમના ઘરની સ્લાઈડર વિન્ડો ખોલી તસ્કરો ઘરમાં ઘુસી ઘરના મંદિરયામાં મુકેલા અને પાકીટમાં રાખેલા રોકડ મળી કુલ ~૧૪૫૦૦ની ચોરી કરી ગયા હતા.

આ બંને ઘટના અંગે પારડી પોલીસ મથકે રૂમી નોશીરે ~૧.૧૮ના મત્તાની ફરિયાદ નોંધી હતી. પોલીસે એફએસએલ જયેશભાઈ પટેલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે મૈત્રી રો હાઉસમાં રૂમ નં.૧માં રહેતા મહેશ ગોકળભાઈ ચૌહાણ વૃદ્ધ માતાને મોરબીથી લઇ આવ્યા હતા. જેવો રાત્રે સુતા હતા, ત્યારે તસ્કરોએ તેમના ઘરમાં પણ બારીમાંથી જ પ્રવેશી મોબાઈલ ફોન અને ત્રણથી ચાર હજાર રોકડા ચોરી કરી ગયા હતા. જોકે ઘરમાં ઓછા મત્તાની ચોરી થતાં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પારડી વિસ્તારમાં તસ્કરો આંતક પોલીસ સામે ખુલ્લી ચેલેન્જ છે. જેમાં ગત તા ૮ ઓગસ્ટના પોલીસ મથક નજીક જ તસ્કરોએ બંધ ફ્લેટને નિશાન બનાવયું હતું.