પોલીસ ફરિયાદ કરનાર વલસાડના ગાડરીયા ગામના શખસ ઉપર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ઈજાગ્રસ્ત સારવાર હેઠળ )

પોલીસ ફરિયાદ કરનાર વલસાડના ગાડરીયા ગામના શખસ ઉપર હુમલો
જુની અદાવતના કારણે ચાર હુમલાખોરો ઘરમાં ઘુસીને માર મારી લોહી લુહાણ કરી ગયા
લોખંડના સળિયા અને લાકડાના ફટકા વડે માર મરાયો


વલસાડ: વલસાડના ગાડરીયા ગામમાં રહેતા એક શખસને તેના ઘરમાં ઘૂસીને હુમલાખોરોનું ટોળું લોખંડના સળિયા અને લાકડાના ફટકાથી માર મારી લોહી લુહાણ કરી ફરાર થઈ ગયું હતું. ઘાયલ શખસને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે રૂરલ પોલીસ મથકે ચાર શખસો સામે ગુનો દાખલ થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના ધરમપુર રોડ પર આવેલા ગાડરીયા ગામમાં હેઠલા ફળિયામાં નાની ખનકી પાસે રહેતા અશોકભાઈ નાયકા પોતાના ઘરમાં હતા ત્યારે ફળિયામાં જ રહેતા પંકજ સુમન નાયકા, ધીરેન ઉર્ફે લાલુ મંગુ નાયકા, જિજ્ઞેશ નાનુ નાયકા અને સુરેશ ઉર્ફે જયેશ ઠાકોર નાયકા એક સંપ થઈ લોખંડના સળિયા અને લાકડાના ફટકા લઈ ધસી આવ્યા હતા અને અશોકભાઈ કંઈ પણ સમજે વિચારે તે પહેલા તેમને ઘેરી વળી આડેધડ માર મારવા લાગ્યા હતા.

જેને પગલે લોહી લુહાણ થઈ ગયેલા અશોકભાઈને ફળિયાના લોકો મોટરસાયકલ પર બેસાડી તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવારઅર્થે લઈ આવ્યા હતા. જયા તેમને શરીરના કેટલાક ભાગે ફ્રેકચર થયું હોવાનું જણાયું હતું. બનાવ અગે અશોકના ભાઈ જયંતિ ભગુભાઈ નાયકાએ રૂરલ પોલીસ મથકે ચારેય હુમલાખોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ અશોક સિવિલમાં સારવાર લઈ રહ્યો છે. આ હુમલાના કારણ અંગે જયંતિભાઈએ પોલીસને જણાવ્યું કે, અગાઉ મારાભાઈ અશોકે આ હુમલાખોર શખસો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. જેની જુની અદાવત રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.