કોંગ્રેસની દાઢ સળકી? 'રાહુલને ગણાવ્યા કોંગ્રેસના જ 'રાજકુમાર''

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વલસાડમાં કોંગ્રેસ સંમેલનમાં મુખ્યમંત્રી ઉપર કોંગી નેતાઓનાં પ્રહાર
- કોંગ્રેસે દેશને અનેક મહાપુરૂષો આપ્યા તથા અનેકોએ બલિદાન અને શહીદી વહોરી હતી જ્યારે સરદાર પટેલ અખિલ ભારતીય કોંગ્રેસનાં પ્રમુખ રહી ચૂક્યા જે કોંગ્રેસનું ગૌરવ છે: મોઢવાડિયા


વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલાં કાર્યકર સંમેલનમાં કોંગ્રેસનાં નેતાઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સત્તા માટેની રાજનીતિ સામે આકરાં પ્રહારો કર્યાં હતા. સરદારને કોંગ્રેસે અન્યાય કર્યો હોવાનાં મુખ્યમંત્રીનાં આક્ષેપનો જવાબ આપતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસની તવારિખ જણાવી હતી. કોંગ્રેસે દેશને મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, વિનોબા ભાવે જેવા અનેક મહાપુરૂષો આપ્યાં જ્યારે ભાજપે શું આપ્યું તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો.

વલસાડનાં સ્ટેડિયમ રોડ ઉપર મોઘાભાઇ હોલમાં યોજાયેલાં કાર્યકર સ્નેહ સંમેલનમાં સંબોધન કરતાં મોઢવાડિયાએ મુખ્ય મંત્રી ઉપર આક્ષેપ કરતાં કહ્યું કે, મોદી વડાપ્રધાન બનવા માટે જ્યારે કોંગ્રેસ પ્રજા માટે રાજનીતિ કરે છે. સરદારને કોંગ્રેસે અન્યાય કર્યો હોવાનાં મોદીનાં આક્ષેપ સામે તેમણે જણાવ્યું કે, સરદાર કોંગ્રેસનાં હતા અને ૧૯૨૧ થી ૧૯૪૬ સુધી તેઓ એઆઇસીસીનાં પ્રમુખ હતાં તેનો હમોને ગૌરવ છે. કોંગ્રેસનાં અનેક પૂર્વજોનાં બલિદાન અને શહીદીની તવારીખ છે. કોંગ્રેસે મહાપુરૂષો દેશને આપ્યાં છે. મોદીને ઇતિહાસ અને ભૂગોળનું જ્ઞાન નથી તેથી તેમણે પોતાના ભાષણ દરમિયાન બિહારમાં છબરડો વાળ્યો હતો.