૧પમી મે પછી આફૂસ કેરીનો ભાવ પ્રતિ ૨૦ કિગ્રાએ ૧૦૦૦નો રહે તેવી સંભાવના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧પમી મે પછી આફૂસ કેરીનો ભાવ પ્રતિ ૨૦ કિગ્રાએ ૧૦૦૦નો રહે તેવી સંભાવના
આજથી યુરોપીય દેશોમાં કેરીની આયાત પર પ્રતિબંધ
યુરોપના દેશોમાં પ૦૦ ટનથી વધુ વલસાડી આફુસ કેરીની નિકાસ થાય છે
સૌથી વધુ કેસર કેરીની નિકાસ ગલ્ફમાં


યુરોપીય દેશોમાં ભારતમાંથી આયાત કરાતી કેરીમાં રસાયણિક દવાના મળેલા વધુ પ્રમાણ અને જીવાતને લઈ ૧ મેથી પ્રતિબંધનો અમલ લદાયો છે, જેની સીધી અસર કેરીના ભાવ પર પડવાની સંભાવના વેપારીઓ વ્યકત કરી રહ્યા છે. જો કે, ૧પમી મે બાદ આફૂસ કેરીનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ ૧૦૦૦ની આસપાસ રહે તેવી સંભાવના વેપારી આલમમાં વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે રત્નાગીરી આફુસનો ભાવ હાલમાં ૭૦૦થી નીચે આવી ગયો છે.

યુરોપમાં કેરીની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા હાલે મુંબઇના કેરી માર્કેટમાં કેરીનો ભરાવો થતા ભાવોમાં કડાકો બોલી ગયો છે. કેરીની નિકાસ કરવા અગાઉ તેની ઇ-રેડિયેશન સેન્ટર દ્વારા ચકાસણી જરૂરી બને છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ઇ-રેડિયેશન સેન્ટર જ નથી. મહારાષ્ટ્રના નાશીકમાં આ ચકાસણી બાદ કેરીની નિકાસ થાય છે.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...