એક્સાઇઝના નવા ૬૦ ઇન્સ્પેક્ટરોની નિમણૂક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એક્સાઇઝના નવા ૬૦ ઇન્સ્પેક્ટરોની નિમણૂક
- ૩૦ ઇન્સ્પેક્ટરો દમણ કમિશનરેટ અને ૩૦ ઇન્સ્પેક્ટર વાપી કમિશનરેટમાં ફાળવાયા


સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરેટ દમણ અને વાપી મળી કુલ ૬૦ જેટલા નવા ઇન્સ્પેક્ટરોની નિમણૂક થઇ છે. નવા ભરતી થયેલા આ ઇન્સ્પેક્ટરોને ડિપાર્ટમેન્ટમાં પોસ્ટીંગ પણ અપાઇ ગઇ છે.

સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં તાજેતરમાં સમગ્ર ભારતભરમાં ઇન્સ્પેક્ટરોની ભરતી થઇ છે. આ ભરતી દમણ અને વાપી કમિશનરેટમાં પણ ઇન્સ્પેક્ટરોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ૩૦ ઇન્સ્પેક્ટરો દમણ કમિશનરેટ અને ૩૦ ઇન્સ્પેક્ટર વાપી કમિશનરેટમાં ફાળવાયા છે. બંને કમિશનરેટમાં આ તમામ ઇન્સ્પેક્ટરોની પોસ્ટીંગ કરી દેવાઇ છે. આ ઇન્સ્પેક્ટરો હાલ ટ્રેનિંગ લઇ રહ્યા છે. તેમને સિનિયરોની સાથે વિવિધ ડિપાર્ટમેન્ટમાં વહેંચી દેવાયા છે.

નવા ઇન્સ્પેક્ટરોની ભરતી બાદ હવે એક્સાઇઝના ચાલુ સ્ટાફનું ભારણ ઓછું થાય એવું લાગી રહ્યું છે. તેની સાથે વાપી, દમણ અને સેલવાસની મોટી ઔદ્યોગિક વસાહતની કંપની પર એક્સાઇઝનો સકંજો વધુ કડક બને એવું પણ લાગી રહ્યું છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં મેન પાવર વધતાં ડયૂટી ચોરી કરતી કંપનીઓ પર એક્સાઇઝનું દબાણ વધવાની ચર્ચા ઔદ્યોગિક વતૃળમાં ચાલી રહી છે.