• Gujarati News
  • Alcohol Was Found In The Car Accident Victim At Valsad

વલસાડ: અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી દારૂ મળી આવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના સરોધી હાઈવે ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાનો મેસેજ કંટ્રોલ રૂમ પર આવતા રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ કરતા કારમાંથી રૂા.1,14,950 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે પ્રોહીબીશનનો ગુનો દાખલ કર્યો હતો.
Paragraph Filter
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના સરોધી ને.હા.નં.8 ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના મેસેજ કંટ્રોલ રૂમ ઉપર આવતા રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ કરતા કારમાંથી દારૂની 1593 નંગ બોટલો મળી આવી હતી. જેની કિમંત રૂા. 114950 થઈ હતી. પોલીસે આ સાથે આગળના ભાગે કચ્ચરઘાણ થઈ ગયેલી રૂા.2.25 લાખની નંબર પ્લેટ વિનાની સ્વીફટ કાર પણ જપ્ત કરી હતી.
આ અંગેની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતા જાઓ...