મહિ‌લાની દારૂ મહેફિલમાં પોલિસનો છાપો, ૧પ લોકોની કરી પોલિસે મહેમાનગતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧પ મહેમાન દારૂની મહેફિલ માણતા ઝડપાયા
હાથીખાનામાં દારૂનો અડ્ડો ચલાવતી મહિ‌લા બૂટલેગરને ત્યાં પોલીસે છાપો મારતા રંગે હાથ ઝડપાયા
પોલીસ કંટ્રોલને આ અંગે કોઇકે ફરિયાદ કરતા ધરમપુર પોલીસે કાર્યવાહી કરી


ધરમપુરમાં રવિવારે ઢિમ્મર સમાજના આયોજિત સમુહ લગ્નમાં આવેલા મહેમાન હાથીખાના વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. કોઇક ઇસમે આ અંગે વલસાડ પોલીસ કંટ્રોલને જાણ કરાતા પોલીસે મહિ‌લા બૂટલેગરના દારૂના અડ્ડા ઉપર છાપો મારીને કાર્યવાહી કરીને દારૂ પીધેલા ૧પ ઇસમોની અટકાયત કરી હતી. પોલીસે મહિ‌લા બૂટલેગર સામે પણ પ્રોહિ‌બિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

સમસ્ત ઢિમ્મર સમાજનો ૨૬ મા સમુહ લગ્ન મહોત્સવનું આયોજન રવિવારે ધરમપુર સ્થિત પ્રતાપ બા પાર્કમાં કરવામાં આવ્યું હતું. દર વર્ષે આયોજિત ઢિમ્મર સમાજના સમુહ લગ્નનું આયોજન અલગ અલગ શહેરમાં કરવામાં આવે છે. સમુહ લગ્નમાં સમસ્ત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ધરમપુર ખાતે આવ્યા હતા. જોકે, આ સમુહ લગ્નમાં પોલીસ દ્વારા દારૂ પીધેલા સામે કાર્યવાહી કરાતા ચકચાર મચી ગઇ હતી.
વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો.....