વાપી પાલિકાએ ભંગાણ બાબતે એરટેલ કંપનીને નોટિસ પાઠવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - વાપી ઝંડા ચોક પાસે ઠેર ઠેર કેબલ નાંખવા ખોદાયેલા ખાડા )

વાપી પાલિકાએ ભંગાણ બાબતે એરટેલ કંપનીને નોટિસ પાઠવી
વાપી ઝંડા ચોક વિસ્તારમાં આડેધડ ખોદકામના કારણે પાણીની પાઇપલાઇનને તૂટી જતાં પાણીની સમસ્યા ઉદભવી હતી.

વાપી: વાપી ઝંડા ચોક વિસ્તારમાં એક મોબાઇલ કંપની દ્વારા થયેલા ખોદકામના કારણે વાપી પાલિકાની પાઇપલાઇનમાં તૂટી પડતાં પિવાના પાણીની સમસ્યા ઉદભવી હતી,જેને લઇ વાપી પાલિકાએ મોબાઇલ કંપનીના સાધનો જપ્ત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત વાપી પાલિકાએ એરટલ કંપનીને નોટિશ પણ પાઠવી હતી.વાપી ટાઉન સ્થિત ઝંડા ચોક વિસ્તારમાં થોડા દિવસો પહેલા મોબાઇલ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાઇ હતી.

આ કામગીરી દરમિયાન સંજય મેડિકલની સામે વાપી નગરપાલિકાની પાઇપ લાઇનમાં બે સ્થળોએ ભંગાણ પડયું હતું. જેના કારણે વાપી ઝંડા ચોક વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થઇ હતી. આ બનાવ અંગે વાપી પાલિકાએ મોબાઇલ કંપનીના સાધનો જપ્ત કર્યા હતાં. આ ઉપરાંત વાપી પાલિકાએ એરટલ કંપનીને નોટિશ આપી જવાબદાર કોન્ટ્રાકટરને પાલિકાની એનઓસી વગર વળતર ન આપવા તાકીદ કરી હતી. જો કે પાલિકાની નોટિશ બાદ મોબાઇલ કંપનીએ કામગીરી કરી હતી.
એરટલ કંપનીને નોટિશ આપી હતી
વાપી ટાઉનમાં આરએનબીના માર્ગ પર એરટલ કંપની દ્વારા ખોદકામ કારાતા શહેરીજનોને પાણીની મુશ્કેલી પડી હતી. મોબાઇલ કંપનીએ આરએનબીની મંજૂરી લીધી હતી,પરંતુ વાપી પાલિકાની પાઇપલાઇનને તોડી નાખતા થયેલા નુકસાન અંગે એરટલ કંપનીને નોટિશ અપાઇ હતી.> ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર, વાપી પાલિકા