તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • A Accused Was Arrested In Case Of 24,500 Rupees Withdraw By Replace ATM Card

ઠગે મદદ લેવાના બહાને ATM કાર્ડ બદલી 24,500 ઉપાડ્યા, પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વાપી ચાર રસ્તા નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયાનું એટીઅેમ.)
વાપી ખાતે ઠગ અગાઉથી જ ATMમાં હતો જોકે યુવાનની સતર્કતાથી ઝબ્બે
વાપી: વાપી ચાર રસ્તાના બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં બુધવારે સવારે રૂપિયા ઉપાડવા ગયેલા યુવાનને છેતરીને ઠગે કાર્ડ બદલી નાંખ્યો હતો.ઠગે અેટીએમ કાર્ડથી 24,500 રૂપિયા ઉપાડી લેતા જ મોબાઇલ ઉપર મેસેજ આવતા યુવાન ચોંકી ઉઠયો હતો. અા અંગે તાત્કાલિક જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાતા ઠગ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.વાપી ડુંગરા કોલોનીમાં ડોકટર પટેલની ચાલીમાં રહેતા અને સેકન્ડ ફેઝ જીઆઇડીસીમાં અાવેલી અંબર ફેશન ગારમેન્ટમાં નોકરી કરતા દિનેશ રામશરણ પ્રજાપતિ બુધવારે સવારે વાપી ચાર રસ્તા સ્થિત બેંક ઓફ ઇન્ડિયાના અેટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા.
જોકે, આ એટીએમમાં અગાઉથી જ એક યુવાન હાજર હતો. પંદર મિનિટ સુધીમાં કેબિનમાં રહેલા યુવાને એટીએમ કાર્ડ મશીનમાં નાંખીને કાઢી લેતોહતો. આખરે દિનેશે કેબિનમાં હાજર યુવાનને બહાર નીકળવા અથવા પોતાને રૂપિયા ઉપાડી લેવા જણાવ્યું હતું. દિનેશે પોતાના બીઓઆઇ એટીએમ કાર્ડ મશીનમાં નાંખીને 500 રૂપિયા ઉપાડી લીધા હતા. જોકે, આ સમયે યુવાન પણ કેબિનમાં હાજર જ હતો.
ઠગ યુવાને દિનેશને પોતાનો કાર્ડ ચાલતો ન હોવાનું જણાવીને તેમનો કાર્ડ કેવી રીતે ચાલે છે એ જોવા માટે કાર્ડની માગણી કરી હતી. દિનેશે જેવો કાર્ડ આપ્યો કે તરત જ ઠગે અન્ય કાર્ડ પઘરાવીને દિનેશનો કાર્ડ લઇ ફરાર થઇ ગયો હતો.
જોકે, થોડા સમય પછી જ્યારે દિનેશનમાં ખાતામાંથી 24,500 રૂપિયા ઉપડી ગયાનો મેસેજ મોબાઇલ ઉપર આવતા જ તાત્કાલિક ઉદ્યોગ નગર પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ તાત્કાલીક એટીએમ ઉપર પહોંચી જઇને આરોપી ઠગ યુવાનને ઝડપી લીધો હતો. હાલ તો ઉદ્યોગ નગર પોલીસે દિનેશ પ્રજાપતિની અટકાયત કરીને આ અેમઓથી વાપી તથા અન્ય સ્થળે કેટલા રૂપિયા ઉપાડયા છે તેનો ટાઇમ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.છેલ્લા કેટલાય સમયથી જિલ્લાભરમાં એટીએમ ફ્રોડના બનાવો બની રહ્યા છે.
બહેનના લગ્ન માટે રૂપિયા જમા કર્યા હતા આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...