તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં પૂતળા દહન: યુથ કોંગ્રેસે પોલીસને દોડાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસે સોમવારે મધ્યપ્રદેશમાં ખેડૂતો પર થઇ રહેલા પોલીસ દમનના વિરોધમાં એમપી સીએમના પૂતળા દહનનો આકસ્મિક કાર્યક્રમ યોજી પોલીસને દોડતી કરી દીધી હતી. કોંગ્રેસે સ્વામી વિવેકાનંદ સ્મારક પાસે વિરોધ કાર્યક્રમ યોજ્યો અને પૂતળા દહનનો કાર્યક્રમ પાર પાડીને સરદાર પટેલ સ્મારક પાસે કરીને પોલીસને રીતસર ચકમો આપ્યો હતો. દરમિયાન પોલીસે યુથ કોંગ્રેસના 7 કાર્યકરોને અટકાયત કરી હતી સોમવારે જિલ્લા કાર્યાલયથી યુથ કોંગ્રેસ પ્રમુખ ભાર્ગવ દવેની આગેવાની હેઠળ રેલી આકારે કાર્યકરો  ઝંડા લઇને બેચર રોડ પર સ્વામીવિવેકાનંદ સ્મારક તરફ જવા નિકળ્યા હતા.
 
ખેડૂતો પર દમન વિરૂધ્ધ કાર્યક્રમ ટાંણે કાર્યકરોએ પોલીસને ચકમો આપી MPના CMનું પૂતળુ બાળ્યું
 
એનએસયુઆઇના પણ કેટલાક કાર્યકરો ઝંડો લઇને જોડાયા હતા.જ્યાં યુથ કોંગ્રેસ દ્વારા એમપીમાં પોલીસ અને સરકાર દ્વારા ખેડૂતો પર થઇ રહેલા અત્યાચાર મામલે વિરોધ નોંધાવવા કાર્યક્રમ યોજ્યો હતો.જેની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો.પોલીસને કોંગ્રેસ કાર્યકરો કોઇ પૂતળા દહન જેવો કાર્યક્રમ  ન કરી પાડે તે માટે સતત નજર રાખી રહ્યા હતા,ત્યારે યુથ કોંગ્રેસના પ્રમુખ ભાર્ગવ દવેને સમજાવી સ્થળ પરથી જતા રહેવા સૂચના આપી હતી,પરંતુ દવે તથા કાર્યકરોએ ટસથી મસ ન થતાં પોલીસે ટિંગાટોળી કરીને પ્રમુખને ઉંચકીને પોલીસ વેનમાં લઇ ગયા હતા.
 
સ્વામીવિવેકાનંદ સ્મારક આગળ યુથ કોંગ્રેસના કાર્યકરો સાથે પોલીસની આ ટિંગાટોળી્ વચ્ચે 100 મીટર છેટે જ આવેલા સરદાર પટેલ સ્મારક પાસે મધ્યપ્રદેશના સીએ શિવરાજ પાટિલનું ઘાસનું પૂતળું બાળી નાંખ્યું હતું.જેની જાણ થતા જ સ્વામીવિવેકાનંદ સ્મારક પાસે યુથ કાર્યકરો સાથેને કાબૂમાં લેવા મથતી પોલીસના જવાનો સરદાર સ્મારક પાસે દોડ્યા હતા,જ્યાં પૂતળુ બાળીને કાર્યકરો પલાયન થઇ જતા પોલીસ જોતી રહી ગઇ હતી.
 
પોલીસની પૂછપરછથી કાર્યકરો ભડક્યા
 
મધ્યપ્રદેશના સીએમના પૂતળાનું દહન કોણે કર્યુ તે મુદે જિ.પં.ના વિપક્ષ નેતા ભોલા પટેલ સાથે રકઝક થઇ હતી.પોલીસે કોંગ્રેસના અાગેવાનોને આ કાર્યક્રમ કોણે કર્યો તેવી પૂછતાછ  કરવા માટે કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસી જતા મામલો બિચક્યો હતો.કોંગ્રેસના અગ્રણીઓએ કોઇપણ કારણ કે જાણકારી આપ્યા વિના ઘૂસી જવા સામે વિરોધ નોંધાવ્યો હતો
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...