તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહાડમાં યુવાનની હત્યા કેસમાં પોલીસની ઢીલી નીતિ, લોકોમાં રોષ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ: ઉમરગામ સોળસુંબાના ભરવાડ પરિવારના દીકરાને દહાડ ગામે લૂંટ કરી હત્યા કરેલી લાશ મળી આવવાના બનાવ બાદ ત્રણ માસ વિતી ગયા છતાં સ્થાનિક પોલીસને હત્યાનો છેડો શુદ્ધા નહીં મળતાં આખરે ધીરજ ખૂંટતા ઉમરગામ ભરવાડ સમાજના મોટી સંખ્યામાં યુવાનો અને વડિલો મળી સ્થાનિક પોલીસની નબળી કામગીરીને લઇ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર મોકલ્યું છે.
- દહાડમાં યુવાનની હત્યા કેસમાં પોલીસની ઢીલી નીતિ, લોકોમાં રોષ
- ભરવાડ સમાજ દ્વારા રેલી કાઢી SPને આવેદનપત્ર મોકલાવ્યું
આ અંગે મળતી વિગતો મુજબ ઉમરગામ સોળસુંબા ગામના પ્લોટ ફ‌ળિયામાં રહેતા રણછોડ ભીમા ભરવાડના પુત્ર લાલુ રણછોડ ભરવાડ ઉ.વ.17 ની 4 ડિસેમ્બર 2015ને શુક્રવારની રાત્રિના સુમારે દહાડ ગામની સીમમાં લૂંટ કરી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. યુવાન પાસે 15 થી 17 હજાર રોકડા તેમજ ગળામાં સોનાની ચેઇન હતી તેની લૂંટ કરી એકાંત વિસ્તારમાં લઇ જઇ હત્યા કરાઇ હતી. આશાસ્પદ યુવાનની હત્યા બાદ ભરવાડ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
15 દિવસમાં પરિણામ ન આવે તો પગલાં
ત્રણ માસ વિતી ગયા છતાં હત્યારા પોલીસ પકડથી દૂરથી અમારા યુવાનની હત્યા થઇ છે. ગરીબ માલધારી પરિવારના દીકરાની હત્યા થવાથી સમગ્ર માલધારી સમાજ દુ:ખી થયો છે. 15 દિવસમાં પરિણામ નહીં આવે તો ભરવાડ સમાજ પોતાની રીતે પગલાં ભરશેે. - કરશન ભરવાડ, યુવા અગ્રણી, ઉમરગામ
ઘણા કેસમાં સમય લાગે છે
શકમંદ ત્રણથી ચાર યુવાનોને વારંવાર બોલાવી પૂછપરછ કરી તેમ છતાં છેડો મળતો નથી. ઉમરગામ પોલીસ આ કેસની તપાસ પૂરતી જવાબદારીથી કરી રહી છે. ઘણા કેસમાં સમય લાગે છે, પરંતુ પરિણામ મળતું હોય છે. આ કેસમાં પણ હત્યારા પોલીસ પકડથી વધુ દૂર નહીં રહી શકે.- જે.બી.માલી, પીઆઇ, ઉમરગામ
અન્ય સમાચારો પણ છે...