તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી ન્યાયલાય નજીક વૃદ્ધાને કોઇક મુકી ગયું: પોલીસ પડખે આવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: સોમવારે વાપી ન્યાયલયની સામે આવેલા હાઇવે સર્વિસ રોડ ઉપર કારમાંથી એક અજાણ્યો ઇસમ અંદાજે 80 વર્ષની વૃદ્ધાને મુકીને ફરાર થઇ ગયો હતો. વૃદ્ધાને હાઇવે સર્વિસ માર્ગ ઉપર જોતા જ આજુબાજુના લોકો તથા એડવોકેટ દોડી આવ્યા હતા. તાત્કાલિક એકત્ર થયેલા લોકોએ પોતાના મોબાઇલમાં વૃદ્ધાને તસવીર ખેંચીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દીધી હતી.
પોલીસ વૃદ્ધાની સંભાળ રાખીને પરિવારને શોધે છે
સોશિયલ મીડિયા ઉપર વૃદ્ધાનો ફોટો વાયરલ થતા જ વૃદ્ધાની ઓળખ મૂળ મહારાષ્ટ્રના બોરડી ગામે અને હાલમાં વાપી નજીકના બલીઠાગામે રહેતી હોવાની ઓળખ થઇ હતી. પીઆઇ આર.જી. દેસાઇએ પોલીસ કોન્સ્ટેબલને રવાના કરી કર્યા હતા. પોલીસની ટીમ મહિલાને લઇને તેમણે બતાવેલા એડ્રેસ ઉપર પહોંચી હતી. બલીઠા વિસ્તારમાં મહિલાના પરિવારની શોધ કરવા છતાં પણ કોઇ પત્તો ન લાગતા આખરે વૃદ્ધાને પોલીસ સ્ટેશનમાં આશરો અાપવામાં આવ્યો છે.
નવ માસ સુધી પેટમાં રાખીને જે જન્મ આપનાર પુત્ર જ જ્યારે તેમની માતાને રખડતી ભટકતી હાલતમાં છોડી દે છે ત્યારે પોલીસ સ્ટાફ હાલ તો મહિલાના પુત્ર બનીને તેમની સંભાળ રાખી રહ્યા છે. પીઆઇ દેસાઇના જણાવ્યા મુજબ મહિલાના પરિવારને શોધીને સુપરત કરાશે. બીજી તરફ બલીઠાના સરપંચ રાકેશ પટેલ પણ પોતાની રીતે આ મહિલા કોણ છે એની તપાસ કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો