વલસાડ: ઘડોઈ નદીના ચેકડેમમાં યુવાન ડૂબી જતા મોતને ભેટયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના ખેરગામ રોડ ઉપર આવેલા ગોરવાડા ગામમાં રહેતો અને ઈંટના ભઠ્ઠામાં નોકરી કરતો શખસ ઘડોઈ ગંગાજી ધામ ખાતેથી પસાર થતી ઔરંગા નદીના ચેકડેમ પાસે ન્હાવા પડતા ડૂબી જઈ મોતને ભેટયો હતો. અા ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની કાલીમા પ્રસરી ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડ તાલુકાના ગોરવાડા ગામમાં અતુલ ફળિયા ખાતે રહેતા 35 વર્ષીય મનિષ સુખાભાઈ રાઠોડ ઘડોઈ ગામમાં નીતિન આહિરના ઈંટના ભઠ્ઠા ઉપર નોકરી કરી પત્ની સંગીતાબેન અને બે સંતાનો સાથે પોતાનું ગુજરાન ચલાવતા હતા.
Paragraph Filter

- ઘડોઈ નદીના ચેકડેમમાં યુવાન ડૂબી જતા મોતને ભેટયો
- પત્ની સાથે કપડા ધોવા માટે આવ્યાે હતો, પત્ની કપડા ધોઈને નીકળી ગઈ
- પત્નીને કહ્યુ હતુ કે, હું નદીમાં તરીને થોડી વારમાં આવું છું

શુક્રવારે બપોરે 1:30 કલાકે સંગીતાબેન કપડા ધોવા માટે ઘડોઈ ગંગાજી ધામ ખાતે આવેલા ઔરંગા નદીના ચેકડેમ પાસે ગયા હતા. ત્યારે તેમની સાથે પતિ મનિષ પણ આવ્યો હતો. પત્ની કપડા ધોઈને ઘરે જવા માટે નીકળી ત્યારે મનિષે કહ્યું કે, હું નદીમાં નાહીને થોડી વારમાં આવું છું. એમ કહેતા સંગીતાબેન નીકળી ગયા હતા. બાદમાં મનિષ પોતાના મિત્ર ભીખુભાઈ હળપતિ સાથે ચેકડેમ પાસે હતા. મનિષભાઈને તરતા આવડતું હોવાથી તેઓએ તરવા માટે નદીમાં ડૂબકી લગાવી સામે કાંઠે જુજવા તરફ પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વચ્ચે જતાની સાથે જ ડૂબવા માંડતા બચાવોની બૂમો પાડી હતી.

આ સમયે નજીકમાં આવેલી આંબાવાડીના ભરત મગનભાઈ પટેલે છલાંગ લગાવી મનિષને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છેવટે મનિષનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બનાવની જાણ પરિવારજનોને થતા તેઓના કરૂણ કલ્પાંતથી માહોલ ગમગીન બની ગયો હતો. બનાવ અંગે સુરેશ સુખાભાઈ રાઠોડે રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોત સીઆરપીસી 174 મુજબ બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ એએસઆઈ મધુભાઈ ભીલા કરી રહ્યા છે.

ફર્સ્ટ પર્સન ભીખુભાઈ હળપતિ ,મૃતકનો મિત્ર, આ અંગે વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...