તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડીમાં વેકેશનમાં ઘરે આવેલી યુવતી ચૂલાના ભડકે દાઝી ગઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી: વેકેશનમાં પારડીના પરવાસા ગામે ઘરે આવેલી યુવતી ચૂલા પર તેની મમ્મી માટે ચ્હા બનાવવા જતાં ચૂલાના ભડકે દાઝી ગઇ હતી. યુવતીને તાત્કાલિક સારવાર માટે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પારડી તાલુકાના પરવાસા ગામે ધનખાઈ ફળિયા રહેતા રમેશભાઈ રણછોડભાઈ પટેલની 21 વર્ષીય નાની દીકરી અંકિતા પટેલ તેના ભાઈ સાથે મુંબઈ ખાતે રહી અભ્યાસ કરે છે. અંકિતા વેકેશન દરમિયાન તેના ઘરે પરવાસા ગામે આવી હતી.
 
ચૂલાના અંગારામાં કેરોસીન નાંખતા ભડકો થયો હતો
 
ગતરોજ વટ સાવિત્રી હોય જેથી અંકિતાની મમ્મી ક્લાવતીબેન વાઘછીપા ગામે મંદિરે ગઈ હતી. ત્યાંથી પરત ઘરે આવેલી મમ્મી માટે અંકિતા ચ્હા  બનાવવા માટે લાકડાનો ચૂલો સળગાવવા માટે બેસી હતી. ચૂલામાં થોડા અંગારા હતા. આ અંગારામાં અંકિતાએ કેરોસીન નાંખતા જ ભડકો થયો હતો. જે ભડકો અંકિતાએ પહેરલા નાયલોનના કપડાંમાં લાગતા  ભડકાની આગમાં  દાઝી ગઈ હતી. જેમાં તે ગળા ભાગે હાથે પગે પેટના ભાગે દાઝી જતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પારડી કુરેશી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટના અંગે અંકિતાની મમ્મી ક્લાવતીબેને પારડી પોલીસ મથકે જાણ કરી છે.
અન્ય સમાચારો પણ છે...