તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીઆઇએમાં ખોટી રીતે બનેલાં મેમ્બરોની મેમ્બરશીપ રદ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા મેમ્બરોના જરૂરી રેકોર્ડો મંગાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.જેના કારણે ખોટી રીતે બનેલાં મેમ્બરોની મેમ્બરશીપ રદ થઇ જશે. કારણ કે ગત અર્ધવાર્ષિક સાધારણ સભામાં પણ મેમ્બરશીપના મુદે ભારે ચર્ચા થઇ હતી. જે અંતગર્ત હાલમાં વીઆઇએના મેમ્બરો પાસે રેકોર્ડો મંગાવવામાં આવી રહયા છે. આ ઉપરાંત તમામ મેમ્બરોને ક્રમાંક પણ આપવાની કવાયત હાથ ધરાઇ છે. જેના કારણે ક્રમાંકના આધારે મેમ્બરોને પણ ફાયદો થશે.
- વીઆઇએમાં ખોટી રીતે બનેલાં મેમ્બરોની મેમ્બરશીપ રદ થશે
- સાધારણ સભામાં પણ મેમ્બરશીપના મુદે ચર્ચા થઇ હતી
- વાપી VIA દ્વારા મેમ્બરો પાસે જુના રેકોર્ડો મંગાવવાની કામગીરી શરૂ કરાઇ

વાપી વીઆઇએની ચૂંટણીને તો હજુ ઘણી વાર છે, પરંતુ હાલ વીઆઇએના મેમ્બરો પાસે જરૂરી માહિતી મંગાવામાં આવી રહી છે.મેમ્બરોને ક્રમાંક આપવા તથા ખોટી રીતે બનેલાં મેમ્બરને દૂર કરવા જરૂરી માહિતી મંગાવાવામાં આવી રહી છે. ગત અર્ધવાર્ષિક સાધારણ સભામાં મેમ્બરશીપ મામલે ચર્ચા થઇ હતી. જેમાં તમામ સભ્યો પાસે જરૂરી પુરાવા રજૂ કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો. 30-09-2015ની સ્થિતિએ વીઆઈએની સભ્ય સંખ્યા 1008 હતી. વીઆઇએ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીના કારણે ખોટી રીતે મેમ્બર બનેલાં સભ્યોની મેમ્બરશીપ રદ્ થશે.તો બીજી તરફ આ મામલે વાપીના ઉઘોગપતિઓમાં પણ આ મામલે ચર્ચા ચાલી રહી છે.

એક જ યુનિટના એક કરતાં વધારે મેમ્બરોને પણ દૂર કરવા અંગેનો નિર્ણય લેવાશે તેવી પણ સંભાવના છે. લાંબા સમયથી મેમ્બરશીપના મામલે ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે તમામ મેમ્બરોને ક્રમાંક અપાશે. જેના કારણે ક્રમાંકના અાધારે વીઆઇએમાં તમામ તેની વિગતો મળી રહેશે.
સેલટેકસ રજિસ્ટ્રેશન વગર જ મેમ્બરશીપ
વીઆઇએમાં મેમ્બર બનવા જરૂરી પુરાવા રજૂ કરવાના હોય છે,પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક મેમ્બરોએ સેલ ટેકસ રજિસ્ટ્રેશન વગર જ મેમ્બરશીપ લીધી છે. વીઆઇએ દ્વારા સ્કૂર્તિની કરવામાં આવે તો આવા મેમ્બરોની મેમ્બરશીપ રદ્ થઇ જશે. ખાસ કરીને વીઆઇએની મેમ્બરશીપ કમિતિએ આ મામલે ખાસ ધ્યાન આપવું જોઇએ. કારણ કે આ અંગેની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.
મર્યાદામાં રહીને કામગીરી કરવી જોઇએ
વીઆઇએના બંધારણની મર્યાદામાં રહીને આ કાર્યવાહી થવી જોઇએ. અગાઉ બંધારણની જોગવાઇ મુજબ સંશોધન કરાયું હતું. જે ખરેખર ઉત્પાદક હોય અથવા ઉત્પાદન શરૂ કરવામાં આવનાર હોય તેવા સભ્યોને મેમ્બશીપ મળતી હોય છે.યોગ્યતાના પ્રમાણસર મેમ્બરશીપ મળવી જોઇએ.> શરદ ઠાકર,માજી વીઆઇએ પ્રમુખ
અન્ય સમાચારો પણ છે...