વલસાડ સિવિલનાં બાયો મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ:  વલસાડ સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશોની કડક સૂચના છતાં બાયો મેડિકલ વેસ્ટના નિકાલમાં સફાઇ કર્મચારીઓની લાપરવાહી બહાર આવી રહી છે.હોસ્પિટલના આઇસીયુ યુનિટ પાછળ દિવાલ પાસે  અને અન્ય જગ્યાએ કર્મચારીઓ બાયો મેડિકલ વેસ્ટ ફેંકી દેતાં તેના યોગ્ય નિકાલની વાતો પોકળ સાબિત થઇ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે આધુનિકરણ કરાયેલી સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદસમાન છે,પરંતુ તેમાં નીતિ નિયમોના અમલીકરણમાં કેટલાક કર્મચારીઓના ઉપેક્ષિત વલણને લઇ ઝાંખપ લાગી રહી છે.
 
આઇસીયુ યુનિટની બહાર જ ખુલ્લામાં નિકાલ કરાય છે
 
ખાસ કરીને બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે ઉચ્ચ અધિકારીઓ  દ્વારા સફાઇ કર્મચારીઓને કડક આચારસંહિતાનું પાલન કરવા માટે સૂચના અપાઇ છે,છતા હોસ્પિટલની દિવાલની બાજૂમાં કે ઝાડની ઓથમાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો છે.જેમાં સિરિંજ નિડલ્સ,બોટલ્સનો જથ્થો આઇસીયુ પાસેની દિવાલ નજીક અને કમ્પાઉન્ડમાં ઝાડના નીચે ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો હતો.
 
તમામ તસવીરો ચેતન મેહતા
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...