તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી: બિનવારસી બાળકીના પરિવારને પોલીસે વોટ્સએપથી શોધી કાઢ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: વાપી બજારમાં સાત વર્ષની બાળકી મળી આવતા સ્થાનિકે વાપી પોલીસને જાણ કરી હતી. વાપી પોલીસે બાળકીની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત સાત વર્ષીય બાળકીના ફોટા પાડી વોટ્સએપ ગૃપમાં મૂકવામાં આવ્યા હતા. વાલીવારસની જાણ માટે પોલીસે સતત ત્રણથી ચાર કલાક સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. જેના કારણે પોલીસ બાળકીના માતાપિતા સુધી પહોંચી ગઇ હતી. ગુમ થનાર બાળકીનું નામ સાયમા તેમજ તેમના પિતાનું નામ મહમદ ગફુર રહે. કબ્રસ્તાન રોડ, વાપી હોવાનું બહાર આવ્યું હતું. આ બાળકીને વાપી પોલીસે તેમના પરિવારને સુપરત કરી હતી. પરિવારે વાપી પોલીસનો આભાર માન્યો હતો. હાલના સમયમાં સોશ્યિલ મિડિયાનો ઉપયોગ પોલીસ ખૂબ જ ખૂબીથી કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો