તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી આઈટીનો છત્રી ઉત્પાદકોને ત્યાં સરવે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડમાં છેલ્લા કેટલાક સમયથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વાપીએ વખતો વખત જૂદા જ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ, ઉદ્યોપતિઓ અને સર્વિસ પ્રોવાઇડરો પર સકંજો કસ્યો છે. ગત સપ્તાહમાં વાપી વિભાગના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રોડ કોન્ટ્રાક્ટરોને સકંજામાં લીધા હતા, તો હવે વાપી ઇન્વેસ્ટીગેશન ટીમે છત્રી ઉત્પાદકોને પોતાના સકંજામાં લીધા છે. તેમણે વાપીના અને ઉમરગામના છત્રી ઉત્પાદકો પર સરવેની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
કંપનીના હિસાબી દસ્તાવેજોની ચસાકણી હાથ ધરાઈ
વાપી ઇન્કમટેક્સ ઇન્વેસ્ટીગેશન ટીમે ગુરુવારે સવારથી ઉમરગામના છત્રી ઉત્પાદક સિટીઝન અમ્બ્રેલાને ત્યાં સરવે હાથ ધર્યો હતો. ઉમરગામની જાણિતી અને મસમોટી એવી આ કંપની પર આઇટીની એક ટીમ પહોંચી ગઇ હતી. તેમણે તેમના હિસાબી દસ્તાવેજોની ચસાકણી હાથ ધરી હતી. આ સિવાય તેમના દ્વારા વાપીની કોહિનૂર અમ્બ્રેલા અને યુનિક અમ્બ્રેલા પર પણ સરવે હાથ ધરાયો હતો. તેમના દ્વારા આ તમામ છત્રી ઉત્પાદકોને ત્યાં તેમના હિસાબી ચોપડાની તપાસ હાથ ધરાઇ છે.
ઉત્પાદક સાથે એજન્ટની પણ તપાસ થઇ શકે
વાપી ઇન્વેસ્ટીગેશન ટીમે છત્રી ઉત્પાદકોને ત્યાં સરવે હાથ ધર્યો છે. તેમના દ્વારા છત્રી ઉત્પાદનનું સ્ટોક રજીસ્ટર તેમજ અન્ય દસ્તાવેજોની ચકાસણી થઇ રહી છે. આ સાથે તેમના સપ્લાયર કે અેજન્ટ સાથેના વ્યવહારોની પણ ચકાસણી કરાશે. જેના થકી તેઓ બ્લેકના સ્ટોક અને બિન હિસાબી આવકની તપાસ કરશે. જેના કારણે છત્રી ઉત્પાદકોમાં ભારે ચહલ પહલ મચી ગઇ છે.
દિવાળી સુધી સરવે અને દરોડાની કામગીરી
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વાપી દ્વારા છેલ્લા થોડા સમયથી સતત સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવરાત્રીથી લઇને દિવાળી સુધી સતત સરવે અને દરોડાની કામગીરી કરવામાં આવશે. કારણ કે તહેવારોમાં વધારે રકમના વ્યવહારો થતાં હોય છે. હવે છત્રી ઉત્પાદકો બાદ હવે આઇટી કોને નિશાને લેશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો