તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનેગારો બેખૌફ: પોલીસને માર્યો, વિદ્યાર્થી પર હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: વાપીમાં છેલ્લા કેટલાક મહીનાઓથી પીઆઈ કક્ષાના અધિકારીની પોસ્ટ ખાલી હોવાથી ગુનેગારો બેખૌફ બન્યા છે. પોલીસની જાણે ધાક ઓસરી ગઈ હોય તેમ નજીવી બાબતે હિંસક મારા મારી અને ઘાતક હુમલા જેવી ઘટના હવે સામાન્ય બની હોય તેવા બનાવો બની રહ્યા છે. વાપી કચીગામ ચેકપોસ્ટ નજીક રવિવારે સાતમા દિવસના ગણેશ વિસર્જન માટે બદોબસ્તમાં ઊભા રહેલા વાપી ટાઉન પોલીસ સ્ટેશનના એક જવાન ઉપર નાયકાવાડમાં રહેતા યુવકોએ હુમલો કરીને માર માર્યો હતો.
પોલીસનો ધાક ઓસરતા નાની નાની બાબતોમાં માર મારવું કે ચપ્પુ હુલાવી દેવા જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે

રીક્ષા અને બાઇક વચ્ચે ઓવરટેકના મુદ્દે થયેલા ઝઘડામાં વચ્ચે છોડાવવા જતા પોલીસ જવાનને માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ટાઉન પોલીસે જવાન ઉપર હુમલો કરનારા બંને આરોપીની અટકાયત કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા વસંત માનસિંગભાઇ રવિવારે સાતમા દિવસના ગણેશ વિસર્જન હોવાના કારણે કચીગામ ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા હતા. સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે પોલીસ કોન્સટેબલ વસંત તથા એસઆરપીના જવાનો હાજર હતા ત્યારે જ દમણ તરફથી આવી રહેલી ત્રીપલ સવારી બાઇકના ચાલકે આગળ ચાલતી રીક્ષાને ઓવરટેક મારીને રીક્ષા ચાલક સાથે ઝઘડો કરીને માર મારવાનું ચાલું કરી દીધું હતું.

રીક્ષા ચાલક સાથે થયેલો ઝઘડો જોતા જ પોલીસ કોન્સ્ટેબલ વસંત પણ ત્યાં પહોંચી ગયો હતો. રીક્ષા ચાલક છોટુભાઇ મહેન્દ્ર રાયને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે,બાઇક સવાર બંને ઇસમો રીક્ષા જોઇને ચલાવ એમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. પોલીસ જવાન વસંતે રીક્ષા ચાલક તથા બાઇક સવાર હરીશ ધીરૂભાઇ નાયકા અને અક્ષય શંકરભાઇ નાયકા બંને રહે. નાયકાવાડ, જગદીશભાઇ બિલ્ડિંગની સામે વાપી ને ટાઉન પોલીસ સ્ટેશનમાં લઇ આવતા હતા ત્યારે ફરીથી બાઇક સવાર બંને યુવકોએ રીક્ષા ચાલકને ત્રણ રસ્તા નજીક ઊભી રાખીને માર માર્યો હતો.

આ મારામારીમાં વચ્ચે છોડાવા પડેલા કોન્સ્ટેબલ વસંત માનસિંગભાઇ સાથે પણ ઢીકમુકીનો માર માર્યો હતો. આખરે ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં ફરજ બજાવતા અન્ય પોલીસ જવાન પણ બનાવના સ્થળે આવી જતા આરોપી હરીશ નાયકા તથા અક્ષય નાયકાની અટકાયત કરવામાં આવી હતી. ટાઉન પોલીસે મારા મારી તથા સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીમાં બકરાના હારના મુદ્દે વિદ્યાર્થી પર ચપ્પુ થી હુમલો કરાયો
વાપી ઇમરાન નગર સ્થિત ફીરદોસ મેન્સનમાં રહેતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સોમવારે સવારે તેમની બિલ્ડિંગના નીચે ઊભો હતો. આ દરમિયાન બકરાને શણગારવા માટે હાર વેચનાર ત્યાં આવતા વિદ્યાર્થી તેની પાસેથી હાર લઇ રહ્યો હતો. આઝાદ મેન્સન બિલ્ડિંગમાં રહેતા અબ્દુલ મલીક શેખ પણ ત્યાં આવતા વિદ્યાર્થીએ તેને પણ બકરા માટે હાર લઇ લેવા માટે કહ્યું હતું. હાર લેવાનું કહેતા જ અબ્દુલ શેખ અચાનક ગુસ્સામાં આવીને વિદ્યાર્થી સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. એટલામાં તેમની માતા અનસરીયા વચ્ચે આવતા થયેલી ઝપાઝપીમાં અનસરીયાએ રાખેલું ચાકુ જેવું હથિયારથી વિદ્યાર્થી ઉપર હુમલો કરી દીધો હતો. આ અંગે ટાઉન પોલીસે અબ્દુલ મલીક શેખ તથા તેમની માતા અનસરીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો