તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુતરા પ્રત્યે જીવ દયાની ભાવના મહિલાને પડી ભારે, લોકોએ ઘર પર કર્યો પથ્થરમારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડ રાજન નગરમાં રહેતી એક ગૃહિણી દ્વારા ગલીના કુતરા પ્રત્યે દાખવાતી જીવ દયાની ભાવનાના કારણે તેમની જ સોસાયટીના રહીશો તેમના દુશ્મન બની ગયા હતા. કોઇને હાનિ નહીં, પરંતુ કુતરાના ભસવાના ત્રાસથી અને વચ્ચે નડતર રૂપ હોવાના કારણે તેઓ કુતરાને મારતા હતા. જેને બચાવી તેને સારવાર કરાવનાર મહિલાને સોસાયટીના રહીશોએ ધાકધમકી અને તેના ઘર પર પત્થર મારતાં આ મામલે મહિલાએ સિટી પોલીસ મથકે ફરિયાદ કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ રાજન નગરમાં રહેતી આરતી શિરોહીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ રાજન નગરમાં છેલ્લા 12 વર્ષથી રહે છે. થોડા વર્ષો અગાઉ કુતરાનું બચ્ચુ તેમની સોસાયટીમાં આવી ગયું હતુ.
લોકો કુતરાને ઢોર માર મારતા
આ બચ્ચા પર દયાભાવ રાખી તેઓ તેને ખાવાનું આપતા હતા. જેને લઇ આ ગલુડીયું તેમના ઘર પાસે જ મોટું થયું છે. આ કુતરો મોટો થયા બાદ કોઇને પણ નુકશાન પહોંચાડતો ન હતો, પરંતુ અજાણ્યા માણસોને જોઇને ભસતો હતો. જેના કારણે સોસાયટીવાળા લોકોને તેનાથી તકલીફ થતી હતી. તેમજ આ કુતરું ઘણી વખત તેમના વાહન વચ્ચે આવતાં તેઓ ઘણી વખત આ કુતરાને ઢોર માર મારતાં. આ સંદર્ભે કુતરાને નહીં મારવાનું જણાવતા સોસાયટીના રહિશોએ તેમને આ કુતરાને ઘરમાં જ રાખવાનું જણાવી લડાઇ કરતાં હતા.

ઘર પર પથ્થર મારી બારીનો કાચ તોડી નાખ્યો

આવા ઝગડાના કારણે તેમણે અનેક વખત પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી પોલીસને પણ બોલાવવાની નોબત આવી હતી. તેમ છતાં સોસાયટીના રહિશો દ્વારા કુતરાના મુદ્દે તેમની સાથે અવાર-નવાર ઝગડો થતો હતો. જે દરમિયાન સોસાયટીના રહિશોએ તેમના ઘર પર પથ્થર મારી બારીનો કાચ તોડી નાખ્યો હતો. જેને લઇ તેમણે સોસાયટીના 15 વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને લઇ પોલીસે 15 વ્યક્તિઓ વિરૂધ્ધ ધાક ધમકીનો અને ઘરમાં કરાયેલી નુકશાનીના ગુના સંદર્ભે ગુનો દાખલ કર્યો છે.
આગળ વાંચો, સોસાયટીના કેટલાક લોકોએ કુતરાનો પગ પણ કાપી નાખ્યો હતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો