વલસાડમાં સ્માર્ટ કાર્ડ કઢાવવા અરજદારોને હાલાકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં સ્માર્ટ કાર્ડ કઢાવવા અરજદારોને હાલાકી
લલિતા સુબોધ હાઇસ્કૂલનાં પેસેજમાં બેસવાની કે પીવાનાં પાણીની પણ સુવિધા નથી
વલસાડ: કેન્દ્ર સરકાર દ્વારા 2011ની વસતી ગણતરી બાદ હવે નાગરિકોને પોપ્યુલેશન રજિસ્ટ્રેશન સ્માર્ટ કાર્ડ આપવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. વલસાડ શહેરમાં લલિતા સુબોધ હાઇસ્કૂલમાં આ કામગીરી હાથ ધરાતાં અરજદારોની ભીડ ઉમટતાં સુવિધાનાં અભાવ મામલે અરજદારોમાં રોષ ફેલાયો હતો. ગુરૂવારે જે અરજદારોનાં ડોક્યુમેન્ટો સ્વીકારી શુક્રવારે તેમનું અેનરોલમેન્ટની કામગીરી પ્રથમ હાથ ધરાતા નવા અરજદારોએ વાંધો ઉઠાવ્યો હતો. જો કે આ માથાકૂટ વચ્ચે સ્માર્ટ કાર્ડનાં અેનરોલમેન્ટ માટેની કામગીરી અડધો કલાક અટવાઇ હતી.કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોને સ્માર્ટ કાર્ડ આપવા માટે િવવિધ કેન્દ્રો ઉપર નોંધણીની કામગીરી શરૂ કરી છે.

વલસાડમાં નગરપાિલકાનાં સભાખંડમાં પણ આ કામગીરી ચાલી રહી છે. ઉપરાંત જે તે વિસ્તારમાં પણ કેન્દ્રો શરૂ કરીને આ પ્રક્રિયા શરૂ કરાઇ છે. શહેરમાં ધનભૂરા રોડ ઉપર આવેલી લલિતા સુબોધ હાઇસ્કૂલમાં સ્માર્ટ કાર્ડ એનરોલમેન્ટની કવાયત શુક્રવારે હાથ ધરાતાં ભીડ જામી હતી. જેમાં ગુરૂવારે જે અરજદારોનાં અેનરોલમેન્ટ બાકી હતાં તેમના ડોક્યુમેન્ટો સ્વીકારી લઇ શુક્રવારે સવારે 10 વાગ્યે બોલાવવામાં આવ્યાં હતાં. આ અરજદારોનાં કામ શરૂ કરાતાં શુક્રવારે આવેલા નવા અરજદારોએ વાંધો લઇ તમામને એકસાથે અેનરોલમેન્ટ કરવાની માગ કરી હતી.જેને લઇ સ્પષ્ટીકરણ કરવા છતાં મામલો ગરમાતાં અડધો કલાક કામગીરી અટવાઇ હતી. જો કે ત્યારબાદ સૌની નોંધણીની કામગીરી શરૂ કરાતાં વિવાદ શમી ગયો હતો. પરંતુ લાંબી કતારો વચ્ચે બેસવાનાં બાંકડા,પંખા કે પીવાનાં પાણીની પણ સુિવધા ન મળતાં અરજદારો અકળાયા હતાં.
અહીં બેસવાની પણ સુવિધા નથી
અરજદાર ગુણવંત પટેલે જણાવ્યું કે, સવારથી અમો લાઇનમાં ઊભા છે. ભીડ વધારે છે જેથી બેસવાની અને પીવાનાં પાણીની પણ વ્યવસ્થા નથી. અરજદારો સવારથી નોંધણી માટે આવે છે જેમની નોંધણીની કામગીરીમાં સમય જતાં વધારે સમય સુધી ઊભા રહેવાનું હોય છે. જેથી બેસવાની વ્યવસ્થા કરવી જોઇએ.
અગાઉ ભીડ ન હતી હવે ભીડ જામી છે
મોટી ભીડ હોવાથી અરજદારોનાં ડોક્યુમેન્ટ લઇને તેમને ઊભા રહેવા ન પડે તે માટે બીજા દિવસે વહેલા બોલાવી તેમની નોંધણી કરાય છે. પરંંતુ હવે તમામ અરજદારો માટે નોંધણી કામગીરી કરવામાં આવી છે. બે ત્રણ િદવસ પહેલા ભીડ થતી ન હતી,પરંતુ હવે લોકોને જાણ થતાં ભીડ વધી છે.> વિમલ કુમાર, સુપરવાઇઝર
અન્ય સમાચારો પણ છે...