વલસાડના રોણવેલ ગામે છરાની ધારે રૂ. 6 લાખની લૂંટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના રોણવેલ ગામે શનિવારે મોડી રાત્રે 5 જેટલા ધાડપાડૂઓ રોણવેલ ગામે ખેડૂતના ઘરમાં પ્રવેશ્યા હતા. મોટા પત્થર વડે દરવાજો તોડી ઘરમાં પ્રવેશેલા પાંચ ધાડપાડૂઓએ મોટા છરા બતાવી તેમની પાસેથી પહેરેલા ઘરેણા ઉતરાવી લીધા હતા. આ ધાડપાડૂઓ માત્ર 10 મિનિટમાં રૂ. 6.01 લાખના ઘરેણા અને 3 મોબાઇલ લઇ ઇકો કારમાં ફરાર થઇ ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ-ધરમપુર રોડ પર આવેલા રોણવેલ ગામના તંતારીયા ફળિયામાં રહેતા ખેડૂત બળવંતસિંહ નારણભાઇ રાઠોડના ઘરમાં શનિવારે મોડી રાતે 2.30 કલાકના સમયે 5 જેટલા ધાડપાડૂ આવ્યા હતા.
 
માત્ર 10 મિનિટમાં 20 તોલા ઘરેણાંની લૂંટ કરી ધાડપાડુઓ ફરાર
 
ધાડપાડૂઓએ  પહેલાં ઉપરના માળનો દરવાજો ખખડાવ્યો હતો. જેને લઇ બળવંતભાઇનો પરિવાર જાગી ગયો હતો અને તેમણે દરવાજો ન ખોલવા દીધો હતો. જેને લઇ તેઓ નીચે આવ્યા અને મુખ્ય દરવાજો પત્થર વડે તોડી અંતર પ્રવેશ્યા હતા. અંદર પ્રવેશતાની સાથે જ લૂંટારૂઓએ મોટા છરા બતાવી બળવંતભાઇના પરિવારને ડરાવ્યો હતો અને તેમની પાસેથી પહેરેલા ઘરેણા ઉતરાવી લીધા હતા. તેઓ કુલ 28.3 તોલાના ઘરેણા પડાવી તૂરંત બહાર મુકેલી તેમની સિલ્વર કલરની ઇકો કારમાં ફરાર થઇ ગયા હતા. આ સાથે તેઓ 3 મોબાઇલ પણ લઇ ગયા હતા. બનાવ સંદર્ભે બળવંતભાઇએ રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસે ધાડનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
તમામ તસવીરો ચેતન મેહતા
 
આગળ વધુ વાંચો: પોલીસે નાકાબંધી કરી સીસી ટીવી ફૂટેજ મંગાવ્યા
અન્ય સમાચારો પણ છે...