તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશોત્સવ માટે વલસાડ વાસીઓએ અધધ.. રૂ.3.50 કરોડનો ખર્ચ કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડ શહેરમાં ગણોશોત્સવ માટે શણગારાયેલા ભવ્ય ડેકોરેશન સાથે શ્રીજીનાં દર્શન માટે દરરોજ સાંજથી ભકતોની ભીડ ઉમટી રહી છે. ગણેશજીની આરાધના માટે ચતુર્થીના દિવસથી માંડી 10 દિવસીય પૂર્વને હિન્દુ ધર્મમાં અજોડ મહત્ત્વ છે.વલસાડ શહેરમાં અગાઉનાં વર્ષોમાં સામાન્ય રીતે ઉજ‌વણી થતી હતી,પરંતુ હવે તેમાં ભકતોએ ભવ્ય ડેકોરેશનનો ઉમેરો કરી પ્રસાદ,ભોજન,પૂજા અર્ચના માટે પણ મોટુ યોગદાન આપવાની પરંપરાને વધુ સુદઢ બનાવી છે. જે માટે એક માસથી જ તૈયારી કરી દેવામાં આવી હતી.
અનંત ચૌદશ સુધીની આરાધના માટે ગણેશ મંડળો પાછા પડ્યા નથી
અગાઉ ઢોલનગારા અને ટ્રક કે ટ્રેકટરમાં શ્રીજીની વિસર્જન યાત્રા નિકળતી હતી.તેની સ્થાપના પણ આ રીતે કરવામાં આવતી હતી.હવે તેમાં અનેક ફેરફારો આવ્યા છે.નવી પેઢી દ્વારા વિસર્જનમાં હવે યુવાનોના જૂથ માટે ડ્રેસકોડનો ઉમેરો થયો છે.ગણેશોત્સવને યાદગાર બનાવવા માટે ડેકોરેશનમાં ભવ્યતા બક્ષવા માટેનાં પ્રયાસો થયા છે.ચાલૂ વર્ષે શહેરના 600 મંડળો નોંધાતા આ તમામ નાનાથી લઇ મોટા મંડળો તેમની યથાશક્તિ મુજબ શ્રધ્ધાળુઓ દ્વારા મળતો ફાળો એકત્ર કરી ગણેશ મહોત્સવની ઉજવણીમાં લીન છે.
શહેરીજનો પણ તેમાં હોંશેહોંશે ભાગ લઇ શ્રીજીની વર્ષમાં આવતા આ તહેવારને ભારે ઉમંગથી ઉજવવા માટે એટલો જ રસ લઇ રહ્યાં છે.આ તહેવારની ઉજવણી ગણેશ સ્થાપનાથ લઇ અનંત ચૌદશ સુધીની તબક્કાવાર વિસર્જન યાત્રા નિકળે ત્યાંસુધી ઉજવવા માટે જે તે વિસ્તારો મળી કુલ 600 મંડળો દ્વારા સરેરાશ રૂ.3.50 કરોડનો ખર્ચ ઉપાડવામાં આવ્યો હોવાનો અંદાજો લગાવાયો છે.નાના મોટા મંડળો દ્વારા અલગઅલગ પ્રકારની કળાત્મક મૂર્તિઓની સ્થાપના અને શક્તિ મુજબ મંડપ ડેકોરેશન સહિત અન્ય સરેરાશ ખર્ચાનો આંક ચાલૂ વર્ષે સરેરાશ રૂ.3.50 કરોડ સુધી થયો હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
મંડળ દીઠ સરેરાશ રૂ.60 હજારથી વધુનો ખર્ચ
શહેરમાં નાના,મધ્યમ થી લઇ મોટા મળી કુલ 600 ગણેશ મંડળો નોંધાયા છે.જેમાં નાના મધ્યમ મંડળોની જ સૌથી વધુ સંખ્યા છે.આ તમામ મંડળો દ્વારા ખર્ચની મંડળ દીઠ સરેરાશ રકમ ઓછામાં ઓછી રૂ.50-60 હજારથી વધુ હોવાનું મનાય છે.મોટા મંડળોનો ખર્ચ વધુ જ્યારે નાના મધ્યમ મંડળોનો ખર્ચ તેનાથી ઓછો હોવા સાથે સરેરાશ ખર્ચ મંડળ દ્વારા અંકાયો છે.
બાપાની સ્થાપનાથી લઇ વિસર્જન સુધી આ ખર્ચા થાય છે
ગણેશજીની મૂર્તિનો ખર્ચ- રૂ.12 થી રૂ.1 લાખ ઉપરાંત
ડેકોરેશન ખર્ચ (ડિઝાઇન મુજબ)-રૂ.25 હજારથી રૂ.1.25 લાખ સુધી
ડીજે મ્યુઝિકલ સિસ્ટમ- રૂ.10 હજાર થી રૂ.30 હજાર સુધી
રોજની પ્રસાદી(ગોળપાપડી,લાડવા વિગેરે) 10 દિવસ સુધી-રૂ.1 થી 7 હજાર
પૂજા સામગ્રી- રૂ.8 હજાર સુધી
સત્યનારાયણની પૂજા-રૂ.5 હજાર સુધી
બ્રાહ્મણ દક્ષિણા-રૂ.રૂ.1 થી 5 હજાર સુધી
ડ્રેસ કોડ-રૂ.12 હજારથી વધુ
ટ્રક ટેકટર ભાડુ-રૂ.4 હજાર સુધી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો