વલસાડમાં મેઘરાજની ગતિ જારી, 6 તાલુકામાં 3 ઇંચ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વલસાડમાં મેઘરાજની ગતિ જારી, 6 તાલુકામાં 3 ઇંચ
- ભારે પવન ફુંકાતા વલસાડમાં હોસ્પિટલની ટાંકી પટકાઇ, સદનસીબે દુર્ઘટના ટળી

વલસાડ: વલસાડમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદનો સિલસિલો સોમવારે રાત્રિ સુધી પણ જારી રહ્યો હતો. જો કે તેને લઇ અનેક ઝાડવાઓ પડી ગયા હતા. તેમજ નદીઓ છલકાઇ ગઇ હતી. ત્રણ દિવસની ધૂંઆધાર પારી બાદ મંગળવારે દિવસ દરમિયાન વરસાદનું જોર થોડુ નરમ પડ્યું હતું. જિલ્લાના તમામ તાલુકાઓમાં અડધાથી એક ઇંચની સરેરાશ વરસાદ નોંધાયો હતો.સોમવારે ઼સાંજે 6 થી મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં અઢી ઇંચ, પારડીમાં બે, વાપીમાં સાડા ત્રણ , ઉમરગામમાં અઢી ઇંચ ,ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ અને કપરાડા તાલુકામાં પણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. મંગવારે સવારે 6 થી રાત્રે 8 દરમિયાન એકથી અડધા ઇંચની સરેરાશ જિલ્લાના તાલુકાઓમાં
નોંધાયો હતો.
પવન ફૂંકાતા 2 હજાર લિટરની ટાંકી નીચે પટકાઇ
વલસાડમાં મંગળવારે વરસાદ તો આવ્યો ન હતો, પરંતુ જોરથી પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે રામવાડી ખાતે આવેલી ડો. અંકુર તલાવિયાની હેત હોસ્પિટલના પાંચમા માળે બીમ ઉપર મુકેલી 2 હજાર લિટરની પાણીની ખાલી ટાંકી નીચે પટકાઇ હતી. સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ટાંકી પડવાના સમયે કોઇ અવર-જવર ન હોય મોટી દુર્ઘટના બનતાં બનતાં ટળી હતી. ટાંકી નીચે પડતાં સ્થાનિક દુકાનદારોમાં દોડધામ મચી ગઇ હતી.
હરિયા ગામે સરકારી આવાસ તૂટી પડ્યું, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...