વલસાડ પોલીસની ચીમકી: ડીજે સંચાલકોને કહ્યું 10 પછી વગાડશો તો ખેર નહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ એસપી સુનિલ જોષીના આદેશથી સિટી પીઆઇ વિક્રમ વ્યાસે ડીજે સંચાલકોની બેઠકમાં જણાવ્યું કે, રાત્રે 10 વાગ્યા સુધી જ ડીજે વગાડી શકાશે. 10 વાગ્યા પછી ડીજે વાગતું જણાશે તો તેમની વિરૂદ્ધ કેસ કરવામાં આવશે તેમજ તેમના સાધનો પણ કબજે કરવામાં આવશે.

ડીજે સંચાલકોને બોલાવી ચેતવણી આપી

ડીજે સંચાલકોએ થોડો સમય વધારે આપવા તેમજ જેમને ત્યાં લગ્ન પ્રસંગ હોય તેમના દ્વારા જ મોડે સુધી ડેજે વગાડવાની માંગ કરાતી હોવાનું જણાવ્યું હતુ. ત્યારે જેને ત્યાં પ્રસંગ હોય તેમની વિરૂદ્ધ પણ પોલીસ કાયદાકીય પગલાં ભરે એવું તેમણે જણાવ્યું હતુ. પોલીસે બોલાવેલી આ બેઠકમાં તેમણે ડીજે સંચાલકો પાસેથી રાત્રે 10 પછી ડીજે નહીં વગાડવાની લેખિત બાંહેધરી પણ લીધી હતી. જેને લઇ ડીજે સંચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
 
(તસવીરો: ચેતન મહેતા, વલસાડ)
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...