વલસાડમાં પકડાયો 75 લાખનો દારૂનો જથ્થો, પંજાબથી થતું હતું સપ્લાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: ગુજરાત રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લો બુટલેગરો દ્વારા દારૂની હેરફેર માટે આ જિલ્લો હંમેશા શુકનયાળ નીવડ્યો છે, પરંતુ થોડા સમય પેહલા રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના કાયદામાં ફેરફાર કરી આ કાયદા ને વધુ કડક બનાવામાં આવ્યા હતા. જેને કારણે વલસાડ નજીક આવેલ 2 સંઘપ્રદેશો દમણ અને સેલવાસના વોન્ટેડ બુટલેગરોને ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં આવતા હતા. હવે બુટલેગરો દ્વારા દમણી બનાવટના દારૂને છોડી બીજા રાજ્યના બનાવટના દારૂની હેરફેર તરફ વળ્યાં છે.

વલસાડના સરોણ ગામ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હાઈ-વે પરથી એક કન્ટેનર પકડવામાં આવ્યું હતું, જેમાં 900 પેટી જેટલો દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આ દારૂ પંજાબ રાજ્યનો હોવાનું બહાર આવ્યું હતું. પંજાબથી દિલ્હી અને ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં વલસાડ જિલ્લા થઇને બરોડા જવાય રહ્યો હતો. આ દારૂ જેને સ્ટેટ મોનીટરીંગની ટીમે વલસાડ નજીકથી ઝડપી પાડ્યો હતો.

બુટલેગરોની આ હતી મોડેસ ઓપરેન્ડી આ દારૂની હેરફેર માટે ડાક પાર્સલની આડમાં ઘૂસાડાતો હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ દારૂ સુરત,વડોદરાના મોટા ગજાના બુટલેગરો દ્વારા મંગાવ્યો હોવાનું પોલીસ તાપસમાં ખુલી શકે છે, હાલ પોલીસએ 53 લાખનો દારૂનો જથ્થો અને અને કન્ટેનર મળી કુલ 75 લાખથી વધુનો મુદ્દા જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે હવે જોવું એ રહ્યું કે પોલીસની તપાસમાં બહાર આવશે.

( તસવીર - ચેતન મહેતા )

વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...