તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ નગરપાલિકાના રોજમદારોની હડતાલનો છઠ્ઠો દિવસ,ઢગલાં ઠેરના ઠેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ શહેરમાં કામદારોની હડતાલ સમેટાય અેવા કોઇ અણસાર હજુ સુધી આવી શકતાં નથી. જેને લઇ રોજનું લાવી રોજ ખાનારા કામદારોની હાલત હવે કફોડી બની રહી છે. સરેરાશ 250 દૈનિક કમાતા 400 જેટલા કામદારો હડતાલ પર ઉતરતાં તેની પાછળ થતો દૈનિક 1 લાખનો ખર્ચ બચી રહ્યો છે.
- વલસાડ નગરપાલિકાના રોજમદારોની હડતાલનો છઠ્ઠો દિવસ,ઢગલાં ઠેરના ઠેર
- હડતાલ પર ઉતરેલા 400 કામદારોને 6 લાખનું નુકશાન, વલસાડ નગરપાલિકાની બચત
બીજી તરફ આ કામદારોની આવક પર પણ આટલો ફટકો પડી રહ્યો છે. જ્યારે આ બંનેની લડાઇમાં શહેરીજનોની હાલત કફોડી બનવા તરફ વધી રહી છે.વલસાડ નગરપાિલકાના 400 જેટલા રોજમદારો કાયમી કરવાની માંગણી સાથે હડતાલ પર બેઠા છે. તેમની માંગણી સંતોષાતો પરિપત્ર પણ પાલિકા પાસે આવી ગયો છે, પરંતુ હજુ પણ તેમને પાલિકાના સંચાલકો પર વિશ્વાસ ન હોય, તેઓએ હડતાલ યથાવત રાખી છે. જેના કારણે તેમની રોજની કમાણી પર ફટડો પડી રહ્યો છે.

ગરીબ કામદારોની હાલત કફોડી બની રહી છે. જ્યારે બીજી તરફ પાલિકાનો રોજીંદો 1 લાખનો ખર્ચ બચી રહ્યો છે. જોકે, આ બંને વચ્ચે સુલેહના અભાવે વલસાડના શહેરીજનોનો મરો થઇ રહ્યો છે. જ્યાં સુધી પાલિકા અને કામદારો વચ્ચે સુલેહ ન થાય અને હડતાલ ન સમેટાય ત્યાં સુધી વલસાડમાં સફાઇની સમસ્યાનો અભાવ રહે એવું લાગી રહ્યું છે.
અન્ય પાલિકાના કામદારો સફાઇ માટે ઉતરશે
પાલિકાના કામદારો હજુ પણ હડતાલ પરથી ન ઉઠે તો પાલિકા દ્વારા અન્ય પાલિકા પાસે મદદ મંગાઇ છે. હડતાલના બીજા દિવસે પારડીના કામદારો આવ્યા પરંતુ થોડું કાર્ય પતાવી પરત ફર્યા હતા.હજુ પણ હડતાલ યથાવત રહે તો, તેમના દ્વારા અન્ય પાલિકાના કામદારોને યેન કેન પ્રકારે લાવવા જ પડશે.
સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ પણ કામે લાગશે
સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓએ શહેરના લોકોના સ્વાસ્થ્ય માટે ઘરે ઘરે ફરીને તાવની દવાઓ વહેંચી હતી. આ વર્ષે પણ જો હડતાલ ન સમેટાઇ તો, શહેરની હાલત બદતર થઇ જશે અને તેમણે ફરીથી દવાના વિતરણ માટે અને સરવે માટે શહેરના સ્લમ વિસ્તારમાં ફરવું પડશે.
અન્ય સમાચારો પણ છે...