તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ: પાલિકાના માજી પ્રમુખ બે વર્ષ માટે તડીપાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ:વલસાડ પાલિકાના માજી પ્રમુખ રાજેશ ઉર્ફે રાજુ મરચાં  મંગુભાઈ પટેલ રહે. તરીયાવાડ વિરૂધ્ધ ગુજરાત અધિનિયમ 1951ની કલમ (59) મુજબ વલસાડ, નવસારી, ડાંગ, સુરત શહેર અને જિલ્લો તેમજ સંઘપ્રદેશ દમણ-સેલવાસ વિસ્તારમાં  કલમ 56 (ખ) મુજબ હદપાર કરવા 23મી ઓગષ્ટથી 2 વર્ષની મુદત માટે જિલ્લામાં દાખલ થવું નહીં તેમજ પાછા આવવું નહીં તેવો  આદેશ ફરમાવાયો છે.
 
ઉપરાંત રાજુ મરચાંને પ્રાંતે એક તક આપી છે, જેમાં તેઓ ખુલાસો  કરી શકે તે માટે 12મી સપ્ટે. સવારે 11 કલાકે પ્રાંતની ઓફિસમાં હાજર રહેવા જણાવાયું છે. 10 હજારના જાતમુચરકા અને તેટલી જ રકમનો એક જામીન આપવા જણાવાયું છે. જો રાજુ મરચાં હાજર નહીં રહે તો એક તરફી નિર્ણય લેવાશે. એટલેકે રાબેતા મુજબનું કામ આગળ ચલાવી તમારી ગેરહાજરીમાં નિર્ણય લેવાશે.
 
રાજુ મરચાં વિરૂધ્ધ પોલીસમાં નોંધાયેલા ગુના
 
 સિટી પોલીસમાં 14/01/1913માં આઈપીસી 323, 325, 337, 504, 143, 147 અને 395 મુજબ- જામીન મુક્ત. , સિટી પોલીસમાં 16/01/1908માં આઈપીસી 323, 504, 506 (2), 114 મુજબ - કોર્ટમાં ચાર્જશીટ મૂકાઈ છે. , સિટી પોલીસમાં 04/02/1908માં આઈપીસી 323,504,506(2) અને 114 મુજબ કોર્ટમાં ચાર્જશીટ મૂકાઈ છે. , સિટી પોલીસમાં 13/09/1911માં જુગારધારા 12(ખ) મુજબ કોર્ટમાં ચાર્જશીટ મૂકાઈ છે.
અન્ય સમાચારો પણ છે...