તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં હાઉસિંગ યોજના સામે ધોબીતળાવના ઝૂંપડાવાસીઓનો રોષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડના ધોબીતળાવ અને તરિયાવાડ સહિતના સ્લમ વિસ્તારોમાં પ્રધાનમંત્રી એફોર્ડેબલ હાઉસિંગ યોજના માટે પાલિકાએ સરકારને સમંતિ આપતા રહીશોમાં રોષ ફેલાયો છે.સોમવારે ઝૂંપડાવાસીઓએ વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.આ સાથે પાલિકા કચેરીએ પહોંચી ઓએસને પણ તેની નકલ સુપરત કરી રહીશોએ જમીન વેચાણે આપવા અને તે નામે કરવા ઉગ્ર માગ કરી હતી. શહેરમાં સૌથી મોટી ઝુંપડપટ્ટી ધરાવતા ધોબીતળાવ (શાપુરનગર) અને તરિયાવાડ,નાનાપારસીવાડ તેમજ મોટાપારસીવાડ પાછ‌ળની ઝુંપડપટ્ટી,કાશ્મીરનગર,બરૂડિયાવાડ,દોંડિયા ટેકરા વિસ્તારમાં ઝૂંપડાવાસીઓ 30 થી 40 વર્ષથી રહેતા આવ્યા છે.
 
સોમવારે હજારોની સંખ્યામાં લોકોએ રોડ પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો
દેશભરમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી હાઉસિંગ યોજના હેઠળ છેલ્લા કેટલાક સમયથી વલસાડમાં પણ આ યોજના માટે કાર્યવાહી ચાલી રહી છે.દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા પાલિકાઓ પાસે સમંતિ માગતો ઠરાવ મગાવ્યો હતો.પાલિકાએ સરકારને મોકલવા માટે સમંતિનો ઠરાવ કરતા રહીશોમાં રોષ ફેલાયો છે.જેને લઇ સોમવારે ઝુંપડાધારકોએ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.આ રેલી ધોબીતળાવથી નિકળી હાલર રોડ થઇ કલેકર કચેરીએ પહોંચી હતી.જ્યાં કલેકટર રેમ્યા મોહનને આવેદનપત્ર આપી ઘરની જમીન વેચાણે આપવા અને નામે કરવાની માગ કરી હતી.ત્યારબાદ બેનરો સાથે નિકળેલી રેલી આઝાદ ચોક પર પહોંચી હતી.જ્યાં કોંગ્રેસના માજી કોર્પોરેટર અને સ્થાનિક રહીશ ઇમ્તિયાઝ કાઝીએ આ રેલી રાજકીય નથી તેવું જણાવી 40 વર્ષથી રહેતા ઝૂંપડાવાસીઓ અને મકાનઘારકોને જમીન વેચાણે આપી નામ પર કરવાની માગ કરી હતી.માજી પ્રમુખ રાજુમરચાંએ ઝુંપડા નામે ન કરવામાં આવે તો હાઇકોર્ટમાં જઇશું તેવી ચીમકી આપી હતી.પાલિકાએ કે્ન્દ્ર   સરકારને આપેલી સમંતિ રદ કરવાની માગ દોહરાવી હતી. શાપુરનગરના પાલિકાના સભ્યો રમેશ ડેની,સોહિલ કાદરી અને કુસુમબેન પટેલ તથા તેમના સમર્થક રહીશો રેલીથી દૂર રહ્યા હતા.
 
અધિકારી કે પદાધિકારી ન મળતા સૂત્રોચ્ચાર કર્યો

પાલિકા સીઓ અને પ્રમુખ તથા ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર ન હોવાના પગલે ઝુંપડાવાસીઓ રોષે ભરાયા હતા.તેમણે ઝુંપડાઓની જમીન નામે કરવા માટે રજૂઆત કરવા આવવા છતા કોઇઉચ્ચ અધિકારી કે પદાધિકારી હાજર નથી તે મુદ્દે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા.છેવટે ઓએસ કાંતિ પટેલને આવેદન પત્રની નકલ આપી સામાન્ય સભાના રોજ રજૂઆત કરવા આવવાનો નિર્ણય લેવાયો હતો.

પાલિકાએ કેન્દ્ર સરકારને કોમન ઠરાવ મોકલ્યો હતો

વલસાડમાં કોઇ ચોકકસ વિસ્તાર માટે આ યોજના અંગેનો ઠરાવ થયો નથી  સરકાર દ્વારા દરેક પાલિકા વિસ્તારોમાં કાચા મકાનોને પાકા બનાવી આપવા જે યોજના અમલમાં મૂકી છે તે માટે કોમન ઠરાવ કે સમંતિ આપી છે.જે દરેક પાલિકાઓ પાસે સરકારે મગાવી હતી.આ યોજના 2022 સુધીમાં કરવા માટે કેન્દ્ર સરકારનું આયોજન છે.પાલિકાએ માત્ર યોજનાનું અમલીકરણ કરવા સરકારે માગેલી સમંતિ આપી છે. - સોનલ સોલંકી,પ્રમુખ,વલસાડ પાલિકા
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીર જોવા માટે આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો