તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ: વિસર્જનમાં હત્યા, પુત્ર જ હત્યારો છે સાંભળતા પિતાનું એટેકથી મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડ નજીકના હીંગરાજ ગામમાં રહેતા 52 વર્ષિય આધેડ વિસર્જન જોઇ પરત થઇ રહ્યા હતા, ત્યારે તેઓ ચાર રસ્તા પર ઉભા હતા આ સમયે ગામનો જ એક યુવાન તેમને ચપ્પુ મારી ફરાર થઇ ગયો હતો. આધેડનું મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.બીજી તરફ ગામમાં થયેલા મર્ડરમાં ગામના જ એક યુવકનું નામ ખુલ્યું છે. 33 વર્ષીય યુવકનું નામ ખુલતાં તેના પિતાને એટેક આવી જતાં તેનું મોત નિપજ્યું હોવાની જાણકારી મળી છે.


આધેડને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાય તે પહેલાં મોતને ભેટ્યા

રવિવારે હીંગરાજ ગામમાં ગણેશજીનું વિસર્જન થયું હતુ. આ વિસર્જનમાં ગામના રહીશ નરસિંહભાઇ ભગુભાઇ ટંડેલ ઉ.વ. 52 (રહે- નૂતન નગર,ભદેલી જગાલાલા) પણ ગયા હતા. તેઓ રસ્તા પર ઉભા હતા ત્યારે ગામનો એક યુવાન તીક્ષ્ણ હથિયાર વડે તેમનું ગળુ કાપી ફરાર થઇ ગયો હતો. નરસિંહભાઇને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં પહોંચે એ પહેલાં તેમનું મોત નિપજ્યું હતુ. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. મોતને ભેટનાર નરસિંહભાઇ છ મહિના અગાઉ જ દરિયો ખેડી આવ્યા હતાં.

આધેડને અજાણ્યાએ જૂની અદાવતમાં ચપ્પુ મારી રહેસી નાખ્યો

તેમના મોતને પગલે ત્રણ પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. નરસિંહભાઇની હત્યા જૂની અદાવતમાં થઇ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ જૂની અદાવત કયા કારણોસર ચાલી આવી હતી. એ અંગે કોઇ સ્પષ્ટતા થઇ ન હતી. જોકે રૂરલ પોલીસે નરસિંહભાઇ અને તેમની હત્યા કરનાર ગામના યુવાન વચ્ચે ભૂતકાળમાં થયેલી પોલીસ ફરિયાદ બાબતે પણ વધુ તપાસ હાથ ધરી છે.
(તસવીરો: ચેતન મહેતા)
આગળની સ્લાઇડમાં વાંચો, જૂની અદાવતને કારણે હત્યાનું તારણ....


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો