તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ જિ.પં.બજેટમાં માછીમારોની સહાયનો મુદ્દો ઉઠ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચાલુ નાણાંકીય વર્ષ માટે રૂ.855 કરોડના અને રૂ.164.59 કરોડની પૂરાંત સાથેના બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ વર્ષે શાસકો દ્વારા બજેટમાં  શિક્ષણ, ખેતી, પશુપાલન, આરોગ્ય ,જાહેર બાંધકામ માટે જોગવાઇ કરાઇ છે.સભામાં વિપક્ષે માછીમારોને કુદરતી આફતના સમયે સહાયની રકમમાં વધારાની માગ કરી હતી.જ્યારે શહેરોની નજીક આવેલી પંચાયતોમાં પાણીના ટેન્કરો મોકલવા માટેનો મુદ્દો રજૂ કરાયો હતો.
 
શિક્ષણ, ખેતી, પશુપાલન અને આરોગ્ય માટે વિશેષ જોગવાઇ કરાઇ
જિ.પં.પ્રમુખ જિતેન્દ્ર ટંડેલે શનિવારે બજેટ માટે યોજાયેલી સામાન્ય સભામાં ચાલૂ નાણાંકીય વર્ષમાં જિલ્લામાં સર્વાંગી વિકાસ માટે અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં સરકારી ગ્રાન્ટની આવક રૂ.855.40 કરોડ સામે રૂ.690.60 કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે.બજેટમાં શિક્ષણ અને આરોગ્ય તેમજ રસ્તા,પુલોનું જિલ્લામાં આયોજન કરાશે.આ બજેટની ચર્ચામાં વિપક્ષ નેતા ધર્મેશ ઉર્ફ ભોલા પટેલે સ્વભંડોળના બજેટમાં કુદરતી આફત સમયે માછીમારોને સરકાર દ્વારા યોગ્ય સહાય મળે તેવો મુદ્દો ઉઠાવ્યો હતો.દરિયાકાંઠાના માછીમાર આકસ્મિક રીતે ડુબી જાય તો તેમના કુટુંબો માટે રૂ.5 લાખની જોગવાઇ સામે વાંધો ઉઠાવ્યો હતો.ગરીબ પરિવારો માટે આ રકમ ઓછી હોવાનું જણાવતા ડીડીઓ ગૌરાંગ મકવાણાએ આ જોગવાઇ નોમિનલ રીતે મૂકાઇ છે પરંતુ આવા કિસ્સામાં સરકાર દ્વારા યોગ્ય કરાશે તેવો જવાબ આપ્યો હતો.
 
દરિયામાં લાપત્તા  કે ડુબી જવાના કિસ્સામાં માછીમારો માટે મરણ પ્રમાણપત્ર ન હોય તો પણ સરકાર દ્વારા પોલિસી તૈયાર કરાઇ રહી છે.જે નક્કી થતા આ સમસ્યા પણ હલ થશે તેવુ ડીડીઓએ જણાવ્યું હતું. ભોલા પટેલે વલસાડ,વાપી,પારડી અને ઉમરગામના શહેરી વિસ્તારો નજીક આવેલા પંચાયત વિસ્તારોમાં ઉનાળામાં પાણીની તકલીફ દૂર કરવા ટેન્કરોથી પાણીનો પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવા માગ કરી હતી.ડીડીઓએ પાણી પુરવઠાની યોજના હેઠળ જે ગામોમાં ભૂગર્ભના જળ નીચા ગયા હોય ત્યાં સરકાર ટેન્કરોનો ખર્ચ ભોગવે છે
 
ટેન્કર ન જાય ત્યાં પાણીની વ્યવસ્થા કરાય છે તેવી જાણકારી સભ્યોને આપી હતી.નગરપાિલકાઓ પાસેથી જિ.પં.ના વેરાની રિકવરી કરવા પણ વિપક્ષે માગ કરતા ફાઇનાન્સ બોર્ડને દરખાસ્ત મોકલાઇ છે તેવું ડીડીઓએ  જણાવ્યું હતું.કોંગ્રેસના જયશ્રી પટેલે બીપીએલના દર્દીઓને લોહીનુ રિપ્લેશમેન્ટ કરવા માટેની જોગવાઇ કરવા જણાવતા સીડીએચઓ અજય સંઘવીએ સિકલસેલ,કીડની,હાર્ટ,ડેન્ગ્યુના બીપીએલ દર્દીઓ માટે રૂ.7.50 લાખની જોગવાઇ કરાઇ છે તેવંુ જણાવ્યું હતું.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો