વલસાડ-દાહોદ ઈન્ટરસિટીમાં સાદો કોચ લગાવી દઈ ફર્સ્ટકલાસના ભાડાનું ઉઘરાણું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વલસાડ-દાહોદ ઈન્ટરસિટીમાં સાદો કોચ લગાવી દઈ ફર્સ્ટકલાસના ભાડાનું ઉઘરાણું
- આ ટ્રેનને કહેવાય છે સુપરફાસ્ટ પરંતુ સુવિધાઓ સાવ લોકલ જેવી છે
વલસાડ: વલસાડ- દાહોદ ઈન્ટરસિટી સુપર ફાસ્ટ ટ્રેનના રેલવે તંત્રના અણધડ સંચાલનને પગલે પહેલાં સુરતથી સવારે 8:30 કલાકે ઉપડી 10:35 કલાકે વડોદરા પહોંચતી આ ટ્રેનનો રનિંગ સમય ઘટાડવાને બદલે વધારીને બુધ્ધિનું દેવાળું ફુંકયું છે. પહેલા સુરતથી સવારે 8:30 વાગ્યે ઉપડી 10:35 વાગ્યે વડોદરા પહોંચતી આ ટ્રેનનો રનિંગ ટાઈમ વધારીને 10:35ના બદલે વડોદરા પહોંચવાનો સમય 10:50 કરાયો છે અને તે પણ 11:00 વાગ્યા પછી જ વડોદરા પહોંચે છે. દરરોજ પાનોલી સ્ટેશન પાસે આ સુપર ફાસ્ટનું સ્ટેટસ ધરાવતી ટ્રેનને સાઈડ કરીને એક્ષપ્રેસ ટ્રેનોને આગળ કાઢવામાં આવે છે.

સુપર ફાસ્ટનું સ્ટેટસ દર્શાવી વધારાનું ભાડું વસૂલતી રેલવે તંત્રની આ નીતિને કન્ઝયુમર્સ કોર્ટમાં પડકારવાનું રોજિંદા પેસેન્જરો આયોજન કરી રહ્યા હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું કે, આ ટ્રેનમાં ત્રણ ફર્સ્ટ કલાસના કોચ આપવામાં આવ્યા છે. જેમાં વલસાડથી વડોદરા વચ્ચે બેંકના ઓફિસરો, કંપનીના એકિઝકયુટીવો, નાના ઉદ્યોગકારો, કારખાનેદારો, બિલ્ડરો,સરકારી અર્ધ સરકારી અધિકારીઓ મુસાફરી કરતા આવ્યા છે.
ઓફ ડયુટી રેલવે ગાર્ડ દ્વારા અનધિકૃત ચેઈન પુલિંગ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...