તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં સાઈબર ક્રાઈમ વધ્યા, યુવતીનું ફેક ID બનાવી અન્ય સાથે બિભત્સ વાતો કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: સોશ્યલ મિડિયા પર ખોટી પ્રોફાઇલ આઇડી બનાવીને કોઇ પણ યુવતીને બદનામ કરવાની અનેક ઘટના બનતી હોય છે. આ સિવાય એટીએમ ફોર્ડના પણ અનેક ગુના દાખલ થયા હોવા છતાં પોલીસ દ્વારા એક પણ ગુનાનું ડિટેક્શન થયું નથી. ફેસબુક અને વોટસએપ પર યુવતી અને મહિલાઓ સાથે છેતરપિંડી અને બેલ્કમેઈલિંગ અને સ્યુસાઈડ સુધીના અનેક બનાવો બન્યા પણ ડિટેક્શનમાં પોલીસને કોઈ ગતાગમ પડતી નથી. ત્યારે સાઈબર ક્રાઈમનો વધુ એક ગુનો સિટી પોલીસ મથકે દાખલ થયો છે. જોકે સમાજમાં બદનામીના ડરે ખુબ ઓછી ઘટના બહાર આવે છે.
યુવતીનું ફેક ID બનાવી લોકો સાથે બિભત્સ વાત કરી
આવી જ એક ઘટના કાંઠા વિસ્તારની એક યુવતી સાથે બની છે. તાજેતરમાં તેના એન્ગેજમેન્ટ થયા અને કોઇએ તેનું ફેક આઇડી બનાવી તેને બદનામ કરવાનો ચોક્કસ કારસો રચ્યો હોવાનું જોવા મળ્યું હતુ. ત્યારે આ યુવતીએ બહાદુરીથી આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ નજીકના કાંઠા વિસ્તારના એક ગામની યુવતીનું કોઇ ચોક્કસ જાણભેદુ વ્યક્તિએ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતુ. આ એકાઉન્ટ પર તેણે યુવતીના અન્ય એકાઉન્ટમાંથી ઉઠાંતરી કરેલા ફોટા મુક્યા હતા. આ ફોટા સાથે ખુબ જ ઓરીજનલ કહી શકાય એવું એકાઉન્ટ બનાવ્યું હતુ.

સાઈબર ક્રાઈમના ગુના અંગે પોલીસ પાસે રેકર્ડ પર ચોક્કસ આંકડા જ ઉપલબ્ધ નથી

આ એકાઉન્ટ થકી તેણે અન્ય લોકો સાથે બિભત્સ વાતો કરી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. યૂુવતીના નામે અન્ય સાથે વાતો કરી યુવતીની બદનામી થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેને લઇ સમગ્રગામમાં ભારે ચર્ચા ચાલી હતી. જેને લઇ આખો મામલો વલસાડ સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો. આ યુવતીના તાજેતરમાં જ એન્ગેજમેન્ટ થયા હતા. આ એન્ગેજમેન્ટને તોડાવા પણ આ કારસો રચાયો હોવાની શંકા પોલીસને લાગી રહી છે. ફેક આઇડી પરથી બિભત્સ વાતો કરી યુવતીને ચોક્કસ રીતે બદનામ કરવા પાછળ કોણ છે તેને શોધી કાઢવા યુવતીએ હિમત દાખવી આ મામલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ મામલે સાયબર એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આગળ વાંચો, ભૂતકાળમાં આવી ફરિયાદ નોંધાઇ પરંતુ ગુનો ઉકેલાયો ન હતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો