તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાના પહેરવેશમાં બે પુરુષ નશાની હાલતમાં ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ ચણવઈ રોડ પર મહિલાના કપડા પહેરી નશો કરી લવારા કરી રહેલા બે પુરુષ ઈસમોને સ્થાનીક લોકોએ પકડીને બાંધી દઈ પોલીસને હવાલે કર્યા હતા. જોકે સ્થાનિકોએ જણાવ્યું કે, આ બન્ને ઈસમો ચણવઈ રોડ પાસે સાઈ મંદિર પાસે ચોરીના ઈરાદે  આવ્યા હતા.  
 
ચણવઈ રોડ પર સાઈ મંદિર પાસે ચોરીના ઈરાદે આવ્યા હતા
 
વલસાડ રૂરલ પોસ્ટે વિસ્તારમાં આવતા ચણવઈ રોડ પર બે પરુષો કાંતિ  પરમાર અને સંજય પપ્પુભાઈ ખારડે(ઉ.વ. 35, રહે. ઉપલેટા, જિલ્લા રાજકોટ, હાલ. રહે. વાપી સ્ટેશન) મહિલાનો પહેરવેશ ધારણ કરી પીધેલી હાલતમાં લથડીયા ખાતા અને લવારા કરતા જી રહ્યા હતા. જેથી રહીશોએ તેમને અટકાવતા તેઓ રહીશોની સામે થયા હતા. જેના કારણે રહીશોએ બંનેને બાંધીને એક ઘર નજીક બેસાડી પોલીસ બોલાવી પોલીસને હવાલે કર્યા હતા. જે બંને ઉપર પોલીસે પીધેલ હાલતમાં હોવાનો ગુનો નોંધી બંનેને નવસારી સબજેલ ખાતે સળીયા પાછળ ધકેલી દીધા હતા.
અન્ય સમાચારો પણ છે...