ભાગ્યે જ જોવા મળતો કિસ્સો, 2 પુત્રવધુએ આપ્યો સસરાને અગ્નિદાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: અખંડ બ્રહ્માંડનું સંચાલન કરનારી સ્ત્રી શક્તિ જ છે. જે ઘરમાં મહિલાઓને માન સન્માન અપાય છે, ત્યાં સ્વયં માતાજીનો વાસ રહે છે. અન્ય પરિવારમાંથી આવેલી વહુને જ્યારે દીકરી સમાન ગણાતી હોય છે ત્યારે સમાજમાં એક દીવાદાંડી રૂપ કિસ્સો બનતો હોય છે. જોકે, વલસાડના કનોજિયા પરિવારે તો બે પુત્રવધુને વિશેષ હક્ક આપીને સસરાનો અગ્નિદાહ અાપી નવો માર્ગ સમાજને બતાવ્યો છે.
 
પિતાને દીકરીઓએ અગ્નિદાહના કિસ્સા તો અનેક છે
 
વલસાડના અબ્રામા ખાતે પર્લ પાર્કમાં રહેતા 81 વર્ષના રામકુમાર બિન્દાદીન કનોજીયાનું જૈફ વયે અવસાન થયું. રામકુમારને સંતાનમાં મોટો પુત્ર શ્રીકાંતભાઈ કનોજીયા જેઓ વેદાંત મલ્ટીપર્પઝ સ્કૂલના કર્તાહર્તા છે. જયારે નાનો પુત્ર રૂપેશ કનોજીયા ખાનગી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. રામકુમારની અંતિમ યાત્રામાં તમામ સ્વજનો જોડાયા હતા. આખરે જ્યારે સ્મશાનભૂમિમાં રામકુમારના પાર્થિવ દેહને પંચ મહાભૂતમાં વિલિન કરવા માટે અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે સહજ રીતે અને પરંપરા મુજબ મોટા પુત્ર દ્વારા મૃતક પિતાને અગ્નિદાહ અપાઈ છે. પરંતુ અહીં મૃતક રામકુમારની બે પુત્રવધુ ડિમ્પલબેન અને કિરણબેન આગળ આવી હતી.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...